Sunday, November 16, 2014

સાઉદીના રાજા મોદી પર થયા વારી-વારી

સાઉદીના રાજા મોદી પર થયા વારી-વારી : દરેક ક્ષેત્રે સહકારની આપી ખાતરીબ્રિસ્બેન : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રિસ્બેન ખાતે G-2O Summitને સંબોધન કર્યું હતું. તેમણે Delivering Global Economic Resilience અંગે દુનિયાભરના નેતાઓ સમક્ષ સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે દરેક દેશોની પોતાની પ્રાથમિક જરુરિયાતો હોય છે પણ એકબીજાના સંકલ સાથે કરાયેલા નિર્ણેયો લાંબા ગાળા માટે બહુ લાભદાયી નિવડતા હોય છે. દુનિયાની મુખ્ય આર્થિક મહાસતાઓ વચ્ચે આંટરિક સંકલનની તાતી જરુરિયાત છે. તેમણે કાળાં નાણાં મામલે પણ સંકલનને અગત્યનું પરિબળ ગણાવ્યું હતું.
સાઉદીના રાજા મોદી પર થયા વારી-વારી : દરેક ક્ષેત્રે સહકારની આપી ખાતરીમોદીએ કહ્યું હતું કે આપણી નાણાંકીય પધ્ધતિમાં સ્થિતિસ્થાપકતા માટે સાયબર સિક્યુરિટી પણ એટલી જ મહત્વની છે. તેમણે Base Erosion & Profit Shifting (BEPS) પર ભાર મુક્યો હતો.
વડાપ્રધાન મોદીએ સાઉદી અરેબિયાના નાયબ વડાપ્રધાન અને પ્રિંસ સલમાન બિન અબ્દુલઝીઝ અલ સૌદ સાથે મુલાકાત કરી હતી. સાઉદીના રાજાએ મોદી સાથે ચર્ચા કરી જણાવ્યું હતું કે મિત્ર દેશના PM ને ઘણી જ શુભેચ્છાઓ. અમે દરેક ક્ષેત્રે ભારત સાથે સહકારથી કામ કરવા તૈયાર છીએ.
વડાપ્રધાનનરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે વિદેશી બેન્કોમાં જમા કાળું નાણું પાછું લાવવું તેમની સરકારની પ્રાથમિકતા છે. જી-20 પહેલા બ્રિક્સ દેશો બ્રાઝીલ, ચીન, રશિયા અને દક્ષિણ આફ્રિકાના નેતાઓ સાથે બિન ઔપચારિક બેઠકમાં તેમણે વાત જણાવી હતી. તેમણેજણાવ્યું કે ભાવિ પેઢીને જોખમથી બચાવવા માટે સાથે મળીને કામ કરવું પડશે.

No comments:

Post a Comment