Friday, November 14, 2014

WPI ફુગાવો 1.77%ની 5 વર્ષની નીચી સપાટીએ

શાકભાજી સહિતના ખાદ્ય પદાર્થોના ભાવમાં સતત જોવા મળેલા ઘટાડાને પગલે ઓક્ટોબરમાં જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવાનો દર ઘટીને 1.77 ટકાની 5 વર્ષની

નીચી સપાટીએ આવી ગયો હતો.

ગત સપ્ટેમ્બર મહિનામાં જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવાનો દર 2.38 ટકા જ્યારે ઓક્ટોબર, 2013માં 7.24 ટકા હતો.

સરકાર દ્વારા આજે જારી કરવામાં આવેલા સત્તાવાર આંકડા અનુસાર ખાદ્ય ફુગાવો 2.7 ટકાના અઢી વર્ષના તળિએ આવી ગયો છે. ખાદ્યાન્ન ફુગાવામાં મે મહિનાથી સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.

ઓક્ટોબરમાં રિટેલ ફુગાવો પણ 5.52 ટકાની વિક્રમ નીચી સપાટીએ આવી ગયા બાદ જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવાના દરમાં પણ ઘટાડો જોવાયો છે. WPI ફુગાવામાં સતત પાંચમાં મહિને ઘટાડો જોવાયો છે.

સૂચિતગાળામાં ડુંગળીના ભાવમાં 59.77 ટકાનું સંકોચન જોવાયું હતું જે સપ્ટેમ્બરના 58.12 ટકાના સંકોચન કરતાં વધારે છે.

સૂચિતગાળામાં શાકભાજીના ભાવમાં 19.61 ટકા જ્યારે ઈંડા, માંસ અને મચ્છી વગેરે જેવા પદાર્થોના ભાવમાં 2.58 ટકાનું સંકોચન જોવાયું હતું.

બટાટાના ભાવમાં 82.11 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી જે, અગાઉના મહિનાની 90.23 ટકાની ભાવ વૃદ્ધિની સરખામણીમાં ઓછી છે.

ખાંડ, ખાદ્ય તેલ, સિમેન્ટ્સ વગેરે જેવી ઉત્પાદિત ચીજવસ્તુઓના ભાવમાં 2.43 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી જે, અગાઉના મહિનાની 2.84 ટકાની વૃદ્ધિની સરખામણીમા નરમ હતી.

No comments:

Post a Comment