Thursday, December 11, 2014

ક્રૂડ 60 ડોલરથી નીચે ગયું

અમેરિકાના એનર્જી ઇન્ફોર્મેશને અમેરિકામાં ઈંધણના પુરવઠામાં આશ્ચર્યજનક વધારાનો અહેવાલ આપ્યા પછી ક્રૂડ ઓઇલના વાયદાએ બુધવારે વધુ એક તીવ્ર ઘટાડો નોંધાવ્યો હતો.

ઇઆઇએ જણાવ્યું હતું કે પાંચમી ડિસેમ્બરે સમાપ્ત થયેલા સપ્તાહના અંતે ઓઇલ ઇન્વેન્ટરી 15 લાખ બેરલ વધી હતી. વિશ્લેષકો પુરવઠામાં 30 લાખ બેરલના ઘટાડાનો અંદાજ મૂકતા હતા. ઇઆઇએ જણાવ્યું હતું કે ગેસોલિનનો પુરવઠો ૮૨ લાખ બેરલ વધ્યો છે અને હિટિંગ ઓઇલ સહિત ડિસ્ટિલેટ્સનો પુરવઠો ૫૬ લાખ બેરલ જેટલો વધ્યો છે.

ન્યૂ યોર્ક મર્કેન્ટાઇલ એક્સ્ચેન્જ (નાયમેક્સ) પર જાન્યુઆરી ડિલિવરી માટેના ઓઇલનો ભાવ 4.7 ટકા (3.2 ડોલર) ઘટીને પ્રતિ બેરલ 60.70 ડોલર થયો હતો. બ્રેન્ટ ક્રૂડ 65 ડોલરથી નીચે ઊતરી ગયું હતું અને 3.58 ટકા ઘટી 64.45 ડોલર થયું હતું.

No comments:

Post a Comment