Monday, December 8, 2014

બે મહિનામાં આયોજન પંચનું 'મેકઓવર' થશે

કોંગ્રેસશાસિત રાજ્યોના વિરોધ છતાં બહુમતી રાજ્યો સંમત હોવાના કારણે નરેન્દ્ર મોદી સરકાર આયોજન પંચના સ્થાને નવી સંસ્થા સ્થાપશે. નવી સંસ્થા જાન્યુઆરી 2015ના અંત પહેલાં અસ્તિત્વમાં આવી જશે અને તેમાં રાજ્યોને પૂરતું પ્રતિનિધિત્વ અપાશે જેમાં નિષ્ણાતોનો પણ સમાવેશ કરવામાં આવશે.

રવિવારે વડાપ્રધાને બધાં રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે બેઠક યોજી હતી. કોંગ્રેસશાસિત રાજ્યોનું મંતવ્ય હતું કે હાલના આયોજન પંચને નવા માળખામાં ઢાળવું જોઈએ. નાણામંત્રી અરુણ જેટલીએ બેઠક બાદ પત્રકારોને જણાવ્યું કે, "મોટા ભાગનાં રાજ્યો તેમની કાર્યક્ષમતાને વધારે મજબૂત બનાવતી સિસ્ટમની તરફેણમાં છે અને તેથી તેઓ વધારે લવચિકતા ઇચ્છે છે.

અહીં એ બાબત પર સહમતી બની છે કે સંદર્ભો બદલાયા છે અને આથી સત્તાના અને આયોજનના વિકેન્દ્રીકરણની સાથે રાજ્યોને વધારે સંપ્રભુતાવાળાં બનાવવાની જરૂર છે.'' કોંગ્રેસના પ્રવક્તા આનંદ શર્માએ જણાવ્યું હતું કે આયોજન પંચને દૂર કરવાનું પગલું બિનજરૂરી, ટૂંકી દૃષ્ટિવાળું અને જોખમી છે તથા તેની કેન્દ્ર-રાજ્ય વચ્ચેના સંબંધોમાં લાંબા ગાળા માટે ખરાબ અસર પડશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આયોજન પેનલને નવેસરથી દિશા આપવાની જરૂર હતી, તેની રાજકીય દફનવિધિ કરી નાખવાની જરૂર ન હતી.



No comments:

Post a Comment