Monday, December 1, 2014

નવેમ્બરમાં HSBC મેન્યુફેક્ચરિંગ PMI વધીને 53.3

ભારે ઓર્ડરોને પગલે ઉત્પાદન પ્રવૃત્તિમાં વેગ આવતાં નવેમ્બરમાં ભારતમાં HSBC મેન્યુફેક્ચરિંગ પરચેઝિંગ મેનેજર્સ ઈન્ડેક્સ (PMI) ઝડપી ગતિએ વધ્યો છે, તેમ સોમવારે જારી થયેલા બિઝનેસ સર્વેમાં જણાવાયું હતું.

નવેમ્બરમાં HSBC મેન્યુફેક્ચરિંગ PMI વધીને 53.3 થયો છે જે, ઓક્ટોબરમાં 51.6 હતો.ફેબ્રુઆરી 2013 બાદનો આ સૌથી ઊંચો આંક છે અને સતત 13માં મહિને ઉત્પાદન પ્રવૃત્તિમાં સુધારો જોવાયો છે.

રોઈટર્સના પોલમાં સૂચિતગાળામાં ઉત્પાદન પ્રક્રિયા મંદ પડશે અને HSBC મેન્યુફેક્ચરિંગ PMI 51.2 રહેશે તેવી ધારણા વ્યક્ત કરવામાં આવી હતી. જોકે, રોઈટર્સના પોલના અંદાજ કરતાં સારી કામગીરી જોવા મળી હતી.

કન્ઝ્યુમર ગૂડ્ઝની વિદેશની માંગ ઊંચી જળવાઈ રહેવાની સાથે સ્થાનિક માર્કેટમાં પણ ભારે ડિમાન્ડ રહેતાં કંપનીઓને ઉત્પાદન માટેના વ્યાપક ઓર્ડરો મળ્યા હતા. આ ગાળામાં સબ ઈન્ડેક્સ 56.2ની 21 મહિનાની ઊંચી સપાટીને સ્પર્શી ગયો હતો.

ઉત્પાદન પ્રવૃત્તિ વેગવાન બનતાં ઉત્પાદકો રોજગારીની વધુને વધુ તકોનું સર્જન કરવા પ્રેરાશે. આ સર્વેમાં એવું પણ જાણવા મળ્યું છે કે કંપનીઓ હવે ખુબ ઝડપી ગતિએ વધી ગયેલી પડતરનો બોજો ગ્રાહકો પર નાખી રહ્યી છે જેનાથી સતત ઘણા મહિના નીચી સપાટીએ જળવાઈ રહેવા ફુગાવામાં વધારો જોવા મળી શકે છે.

No comments:

Post a Comment