Friday, December 12, 2014

જાણો તમારા PF એકાઉન્ટનો UAN નંબર, એક્ટિવેટ કરી જાણો તમારું બેલેન્સ

જાણો તમારા PF એકાઉન્ટનો UAN નંબર, કરો એક્ટિવેટ અને જાણો કેટલું છે બેલન્સજાણો તમારા PF એકાઉન્ટનો UAN નંબર, એક્ટિવેટ કરી જાણો તમારું બેલેન્સ

 
નવી દિલ્હીઃ ઓક્ટોબરમાં ઈપીએફઓએ પ્રોવિડન્ટ ફંડ(PF) ખાતાધારકોને યૂનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN)ની સુવિધા આપી હતી. પરંતુ, હજુ સુધી  ઘણાબધા પીએફ ખાતાધારકોએ એવા છે જેમણે પોતાનો યૂએએન નંબર મળ્યો નથી. એટલું જ નહીં, જેમને નંબર મળ્યો છે તે પણ તેને એક્ટિવેટ કરી શક્યા નથી. પાછલા બે મહિનામાં મોટાભાગના ઈપીએફ ખાતામાં યૂએએન નંબર એક્ટિવેટ નથી થઈ શક્યા. જોકે, ઈપીએફઓ તેના માટે સભ્યોની વચ્ચે જાણકારીનો અભાવ હોવાનું કારણ આપે છે. જોકે, તમારો યૂએન નંબર સરળતાથી જાણી શકાય છે. બસ તમારે ઈપીએફઓની વેબસાઇટ પર જઇને કેટલાક સ્ટેપ ફોલો કરવાના રહેશે.

શું છે યૂએએન નંબર 
યૂનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN)ના કારણે હવે લોકોને તેના પીએફ એકાઉન્ટ બંધ કરાવવા અને ટ્રાન્સફર કરાવવાની ઝંઝટમાંથી છુટકારો મળી ગયો છે. મોટેભાગે નોકરી છોડ્યા પછી લોકો પીએફ એકાઉન્ટ બંધ કરીને નવી કંપનીમાં નવું ખાતું ખોલાવતા હોય છે. તેમાં ઘણો સમય લાગી જાય છે અને તેના કારણે ખાતાધારકને નુકસાન પણ થાય છે. યૂએએન દ્વારા તમે તમારા એકાઉન્ટનું બેલેન્સ ગમે ત્યાંથી ચેત કરી શકશો, સાથે જ પાસબુક અને યૂએએન કાર્ડ પણ ડાઉનલોડ કરી શકો છો, પરંતુ ઘણાબધા લોકોને હજુ સુધી યૂએએનની ખબર જ નથી. ઘણાબધા લોકો એવા પણ છે, જેમને એ પણ ખબર નથી કે તેમને યૂએએન નંબર મળ્યો છે કે નહીં.
 
આવી જાણીએ કેવી રીતે યૂએએન નંબર મળ્યો છે કે નહીં તે અને મળ્યો છે તે કેવી રીતે એક્ટિવેટ કરવો.

UAN સ્ટેટસ ચેક કરવું
તમારું UAN સ્ટેટ ચેક કરવા માટે આ લિંક (http://uanmembers.epfoservices.in/check_uan_status.php) પર ક્લિક કરવું. ત્યાર પછી જે પેજ ખુલે, તેમાં માંગવમાં આવેલ જાણકારી ભરવી. તેમાં રાજ્યનું નામ, શહેરનું નામ, એસ્ટાબલિશમેન્ટ કોડ અને પીએફ એકાઉન્ટ નંબર ભરવાનો રહેશે અને ચેક સ્ટેટ બટન પર ક્લિક કરવાનું રહેશે. તેના પર ક્લિક કરતા જ તમને એક મેસેજ દેખાશે, જેમાં તમને જણાવવામાં આવશે કે તમને યૂએએન નંબર મળ્યો છે કે નહીં. જો તમને યૂએએન નંબર મળી ગયો હોય તો તમે તેના માટે તમારી કંપનીના એચઆર ડિપાર્ટમેન્ટમાંથી જાણકારી મેળવી શકો છો. 

એક્ટિવેટ કેવી રીતે કરશો 
STEP 1- કંપની પાસેથી યૂએએનની જાણકારી મેળવી તમારે તેને એક્ટિવેટ કરાવાનો રહેશે. તેને એક્ટિવેટ કરવા માટે http://uanmembers.epfoservices.in/index.php?accesscheck=%2Fhome.php લિંક પર ક્લિક કરવું. જે નવું પેજ ખુલે તેના પર activate your UAN પર ક્લિક કરવું.

નવા ખુલેલા પેજ પર activate your UAN પર ક્લિક કરવું
STEP 2- લિંક પર ક્લિક કર્યા બાદ એક પેજ ખુલશે, જેમાં યૂએએન નંબર, મોબાઇલ નંબર, રાજ્ય, શહેર, એસ્ટાબલિશમેન્ટ અને પીએફ એકાઉન્ટ નંબર નાખવાનો રહેશે. તમામ જાણકારી ભર્યા બાદ વેરિફિકેશન કોડ નાંખીને ‘GET PIN’ પર ક્લિક કરવું. તેના પર ક્લિક કર્યા બાદ 5 મિનિટમાં તમારા મોબાઇલ ફોન પર એક પિન આવશે, જેને ફોર્મમાં નાખીને સબમિટ કરવાનું રહેશે.

ઇ-મેલ પર મળશે એક્ટિવેશન લિંક
STEP 3- પિન સબમિટ કર્યા બાદ જે વિંડો ખુલે તેમાં તમારું નામ, સરનામું, કંપનીનું નામ, યૂએએન અને જન્મતારીખ લખવાની રહેશે. જુઓ ઉપરની તસવીર. તેમાં તમારે તમારો યૂએએન એકાઉન્ટમાં લોગઈન કરવા માટે એક પાસવર્ડ નાંખવાનો રહેશે. ત્યાર બાદ તમારો ઈ-મેલ આઇડી રજિસ્ટર કરવો. સબમિટ બટન પર ક્લિક કર્યા બાદ તમને એક ઈ-મેલ ચાલ્યો જશે, જેમાં એક્ટિવેશન લિંક હશે. તમારા ઇ-મેલ આઇડીમાં જઇને તે લિંક પર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કર્યા બાદ ઈપીએફઓની વેબસાઇટનું એક પેજ ખુલશે, જેના પર ઈ-મેલ આઇડી કન્ફર્મેશનનો મેસેજ મળી જશે.

કેવી રીતે લોગઇન કરશો તમારા એકાઉન્ટમાં
STEP 4-
 તમારા યૂએએન અને પાસવર્ડ સાથે લોગઇન કરો. લોગઇન કરવા માટે (http://uanmembers.epfoservices.in/) લિંક પર ક્લિક કરવું. અહીં તમારો યૂએએન નંબર અને પાસવર્ડ નાંખવાનો રહેશે અને લોગઇન બટન પર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરતા જ તમારી સમક્ષ એક પેજ ખુલશે, જે તમારું એકાઉન્ટ પેજ હશે. જાણો તમારા PF એકાઉન્ટનો UAN નંબર, એક્ટિવેટ કરી જાણો તમારું બેલેન્સ

ડાઉનલોડ કરો પાસબુક
STEP 5- તમારા એકાઉન્ટમાં ગયા બાદ તમે તમારું યૂએએન કાર્ડ અને પાસબુક ડાઉનલોડ કરી શકો છો. પાસબુક દ્વારા તમે જોઈ શકો છો કે તમારા પીએફ એકાઉન્ટમાં કેટલા રૂપિયા છે. સાથે જ તેમાં તમારો મેમ્બર આઇડી અને એસ્ટાબલિશમેન્ટ કોડ પણ લખેલો હોય છે. તેમાં તમે તમારો મોબાઇલ નંબર, ઈ-મેલ આઇડી અને પાસવર્ડ પણ બદલી શકો છો.
 
ટ્રાન્સફર ક્લેઇમ
હાલમાં ઈપીએફઓની વેબસાઇટ પર આ ટેબ એક્ટિવેટ નથી, જેને ઝડપથી એક્ટિવેટ કરવામાં આવશે.
 
 

No comments:

Post a Comment