Tuesday, January 6, 2015

સેન્સેક્સ 600 પોઈન્ટ ડાઉન: મેટલ શેર્સ તૂટ્યા

કેપિટલ ગૂડ્ઝ, ઓઈલ-ગેસ, રિયલ્ટી, મેટલ, પાવર, ઓટો, બેન્ક અને ફાર્મા શેરોમાં ધૂમ વેચવાલીથી મંગળવારે સવારે BSE સેન્સેક્સ 564 પોઈન્ટ ઘટીને ટ્રેડ થઈ રહ્યો હતો.

એશિયાના બજારો નરમ હોવાને પગલે ભારતીય શેરબજાર પણ નીચે ગેપમાં ખૂલ્યા બાદ વધુ ગગડ્યા હતા.

સવારે 10 વાગ્યે BSE સેન્સેક્સ 564.25 પોઈન્ટ ઘટીને 27278.07 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ 173.75 પોઈન્ટ ગગડીને 8204.65 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 1.87 ટકા અને 1.89 ટકા ઘટીને ટ્રેડ થઈ રહ્યા હતા.

આજે સવારે કેપિટલ ગૂડ્ઝ, ઓઈલ-ગેસ, રિયલ્ટી, મેટલ, પાવર, ઓટો, બેન્ક અને ફાર્મા શેરોમાં ધૂમ વેચવાલી જોવા મળી હતી. આજે સવારથી જ તમામ સેક્ટોરલ ઈન્ડાઇસિસ રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા.

No comments:

Post a Comment