Tuesday, January 27, 2015

કરોડોપતિ ઓબામાના દર્શનાર્થે અબજોપતિ લાઈનમાં


 
નવી દિલ્હીઃ ગણતંત્ર દિવસ ભારતના પ્રવાસે આવેલા અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામા સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બન્ને દેશોની દિગ્ગજ કંપનીઓના સીઇઓને મળ્યા. આ દરમિયાન અમેરિકા અને ભારતમાં રોકાણની સંભાવનાઓ પર વાતચીત થઇ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે દેશમાં થનારા મોટા વિકાસ કાર્યો પર વ્યક્તિગત રીતે નજર રાખવાની વાત પણ કરી.

સીઇઓની બેઠક પહેલાનો નજારો જોવા લાયક હતો. અમેરિકન પ્રમુખ બરાક ઓબામાને મળવા માટે રતન ટાટા, મુકેશ અંબાણી, ગૌતમ અદાણી સહિત દેશના મોટા ઉદ્યોગપતિઓ લાઇનમાં ઊભા રહ્યા હતા. નોંધપાત્ર બાબત એ હતી કે લાઇનમાં ગૌતમ અદાણી મુકેશ અંબાણી પછી ત્રીજા નંબરે ઊભા હતા, જ્યારે અનિલ અંબાણી છેક સાતમા નંબરે. જે દેશના ઉદ્યોગપતિઓના કદમાં વધારા-ઘટાડા તરફ સંકેત આપે છે અને દર્શાવે છે કે આવનારા સમયમાં પહેલી હરોળનાં ઉદ્યોગપતિઓમાં કોણ સામેલ હશે.
 
રતન ટાટાની વધતી ઉંમર પણ અહીં સ્પષ્ટ જોઇ શકાતી હતી. કાર્યક્રમ બાદ મોદી અને ઓબામાએ તમામ સીઇઓ સાથે એક ગ્રુપ તસવીર પણ લેવડાવી હતી. બિઝનેસમેનની વ્યક્તિગત નેટવર્થને ભેગી કરવામાં આવે તો આખા ગ્રુપનો આંકડો 4.5 લાખ કરોડ રૂપિયાની નેટવર્થને સ્પર્શે છે. જાણવા જેવું એ પણ છે કે બરાક ઓબામાની નેટવર્થ 70 લાખ ડોલર (43 કરોડ રૂપિયા) જેટલી છે. 2007માં તેમની નેટવર્થ 13 લાખ ડોલર (7.8 કરોડ રૂપિયા) હતી. એટલે કે આઠેક વર્ષમાં તેમની સંપત્તિમાં પાંચ ગણો વધારો થયો છે. 
 

No comments:

Post a Comment