Saturday, April 4, 2015

14 વર્ષ પછી શનિવારે હનુમાન જયંતીનો શુભ સંયોગ

14 વર્ષ પછી શનિવારે હનુમાન જયંતીનો શુભ સંયોગ, રાશિ મુજબ કરો આ ઉપાયચૈત્રશુદ પુનમ શનિવાર તા.૦૪-૦૪-૨૦૧પનાં રોજ હનુમાન જયંતિ ઉજવાશે. શનિવાર અને હનુમાન જયંતિ એ શાસ્ત્રાનુસાર એક શુભ સંયોગ માનવામાં આવે છે. શનિવાર એ હનુમાનજીનો પ્રિય વાર છે. અને હનુમંત ઉપાસના માટે શનિવારને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. છેલ્લે ૧૪ વર્ષ પહેલા તો ૨૭-૦૪-૨૦૦૨ વિક્રમ સવંત ૨૦પ૮નાં ચૈત્ર શુદ પુનમ અને શનિવારે હનુમાન જયંતિ ઉજવાયેલ. આમ ૧૪ વર્ષનાં લાંબા સમય પછી આ વર્ષે હનુમાન જયંતિ અને શનિવારનો શુભ સંયોગ પ્રાપ્ત થયો છે.
 
ચૈત્રશુદ પુનમ શનિવાર તા.૦૪-૦૪-૨૦૧પનાં રોજ કન્યા રાશિ અને હસ્ત નક્ષત્રમાં થનાર આ ગ્રહણ ગ્રસ્તોદિત ભારતનાં છેક છેવાડાનાં અંતીમ સરહદે પૂર્વીય ભાગોમાં દેખાશે. ઉપરાંત એશીયા, પેસેફીક મહાસાગર, ઓસ્ટ્રેલીયા, અમેરીકા અને ઉત્તરીય અમેરીકા તથા પેસેફીકમાં દેખાશે.
 
આ ગ્રહણ નો સ્પર્શ બપોરનાં ૧પ-૪પ કલાકે શરૂં થશે અને તેનો મોક્ષ સાંજના ( ૧૯-૧૪ ) ૦૭-૧૪ કલાકે થશે. સૂર્ય કે ચંદ્ર પર થતી પ્રાકૃતિક અસરોથી વિશીષ્ટ પ્રકારનાં હાનિકારક કિરણોનો ઉત્ર્સગ મોટા પ્રમાણમાં થાય છે. આથી સીધુ જ આંખ દ્વારા ગ્રહણ નું જોવુ એ આંખને માટે હાનિકારક બને છે. ખાસ પ્રકારનાં ચશ્મા વડે ગ્રહણ જોવુ એ વજ્ઞાનિક સિદ્ધાંતને આપણા શાસ્ત્રોએ હજારો વર્ષો પહેલા પ્રતિપાદીત કરેલો. આ જ કિરણોની વિપરીત અસર તાજા રાંધેલા કે વાસી ખોરાક પર પણ થાય છે. આથી ગ્રહણનાં સમયમાં અન્ન ભક્ષણ પણ ત્યાજય કરવાની શાસ્ત્રાજ્ઞા છે.
 
ચંદ્ર ઔષધમાત્રનું પોષણ કરે છે. આથી ચંદ્રગ્રહણ વખતે પણ શુદ્ધિકરણનો આગ્રહ રાખવો જોઇએ. ગ્રહણનાં સમયને ભજન અને ભકિત માટે શ્રેષ્ઠ કહ્યો છે. ગ્રહણનાં સમયે લોકો અનાજ અને પાણીનાં માટલા વગેરે ઉપર દર્ભ મુકી દે છે.

No comments:

Post a Comment