Friday, April 17, 2015
Saturday, April 4, 2015
હનુમાન ચાલીસાની દરેક પંક્તિમાં છૂપાયેલો છે મર્મ અને જીવન જીવવાનું રહસ્ય

પૂજન વિધિઃ- બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરી લાલ વસ્ત્ર ધારણ કરો.
કુશ અથવા ઉનના આસન પર હનુમાનજીની પ્રતિમા, ચિત્ર અથવા યંત્રને (ભોજપત્ર
અથવા તામ્ર-પત્ર પર ઉત્કીર્ણ કરવાવીને) સામે રાખો અને સિંદૂર, ચોખા, લાલ
પુષ્પ, અગરબત્તી તથા દીવો પ્રગટાવી પૂજન કરો. બુંદીના લાડવાનો ભોગ લગાવો.
પુષ્પ હાથમાં લઇ નિમ્ન શ્લોકનું ઉચ્ચારણ કરો:
अतुलित बलधामं हेम शैलाभदेहं, दनुज-वन कृशानुं ज्ञानिनामग्रण्यम् ।
सकल गुणनिधानं वानराणामधीशं, रघुपति प्रियभक्तं वातजातं नमामि ॥
ત્યારબાદ પુષ્પ અર્પણ કરીને મનમાં હનુમાનજીનું ધ્યાન કરી હનુમાન
ચાલીસાનો પાઠ કરો. અંતમાં લાલ ચંદનની માળા લઇ “हं हनुमते रुद्रात्मकाय हूं
फट्” મંત્રનો ૧૦૮ વાર નિત્ય જાય કરો.
શ્રીહનુમાન ચાલીસા
॥ દોહા ॥
श्री गुरु चरन सरोज रज, निज मन मुकुरु सुधारि ।
बरनउं रघुबर बिमल जसु, जो दायकु फल चारि ॥
ભાવાર્થ - શ્રી મહારાજના ચરણ કમળોની ધૂળથી મારા મનરૂપી દર્પણને પવિત્ર
કરી મેં શ્રી રઘુવીરના નિર્મલ યશનું વર્ણન કરું છું, જે ચારો ફળ (ધર્મ,
અર્થ, કામ, અને મોક્ષ) આપનાર છે.
बुद्धिहीन तनु जानके, सुमिरौं पवन कुमार ।
बल बुद्धि विद्या देहु मोहिं, हरहु कलेश विकार ॥
ભાવાર્થ - હે પવનપુત્ર, મેં આપનું સ્મરણ કરું છું. આપ તો જાણો જ છો કે
મારું શરીર અને બુદ્ધિ નિર્બળ છે. મને શારીરિક બળ, સદબુદ્ધિ, તથા જ્ઞાન
આપો અને મારા દુઃખો તથા દોષોનું હરણ કરો.
॥ ચૌપાઈ ॥
जय हनुमान ज्ञान गुन सागर । जय कपीस तिहुं लोक उजागर ॥
ભાવાર્થ - હે કેસરીનન્દન, આપની જય હો ! આપના જ્ઞાન અને ગુણની કોઈ સીમા
નથી. હે કપીશ્વર ! આપની જય હો ! ત્રણેય લોકો (સ્વર્ગ-લોક, ભૂ-લોક, અને
પાતાળ-લોક) માં આપની કીર્તિ ઉજાગર છે.
रामदूत अतुलित बल धामा । अंजनि पुत्र पवन सुत नामा ॥
महावीर विक्रम बजरंगी । कुमति निवार सुमति के संगी ॥
ભાવાર્થ - હે બજરંગબલી ! આપ મહાવીર અને વિશિષ્ટ પરાક્રમી છો. આપ દુર્બુદ્ધિને દૂર કરનાર છો અને સુબુદ્ધિના સહાયક છો.
कंचन बरन विराज सुवेसा । कानन कुण्डल कुंचित केसा ॥
ભાવાર્થ - આપનો રંગ કંચન જેવો છે. સુન્દર વસ્ત્રોંથી તથા કાનોમાં કુંડળ અને ધુંધરાળા વાળોથી આપ સુશોભિત છો.
हाथ बज्र और ध्वजा बिराजै । कांधे मूंज जनेऊ साजै ॥
ભાવાર્થ - આપના હાથમાં વજ્ર અને ધ્વજા છે તથા આપના કાન્ધા પર મૂંજની જનોઈ શોભાયમાન છે.
शंकर सुवन केसरी नन्दन । तेज प्रताप महा जग बन्दन ॥
ભાવાર્થ - હે શંકર ભગવાનના અંશ ! કેસરીનન્દન ! આપના પરાક્રમ અને મહાન યશની આખા સંસારમાં વન્દના થાય છે.
विद्यावान गुनी अति चातुर । राम काज करिबे को आतुर ॥
ભાવાર્થ - આપ અત્યંત ચતુર, વિદ્યાવાન, અને ગુણવાન છો. આપ સદા ભગવાન શ્રીરામના કાર્યો કરવા માટે આતુર રહો છો.
प्रभु चरित्र सुनिबे को रसिया । राम लखन सीता मन बसिया ॥
ભાવાર્થ - આપ શ્રીરામના ગુણગાન સાંભળવામાં આનન્દ રસનો અનુભવ કરો છો.
માતા સીતા અને લક્ષ્મણ સહિત ભગવાન શ્રીરામ આપના મન અને હૃદયમાં વસે છે.
सूक्ष्म रूप धरि सियहिं दिखावा । विकट रूप धरि लंक जरावा ॥
ભાવાર્થ - આપે અતિ સૂક્ષ્મ રૂપ ધારણ કરી માતા સીતાને બતાવ્યું તથા વિરાટ રૂપ ધારણ કરી રાવણની લંકાને સળગાવી નાખી.
भीम रुप धरि असुर संहारे । रामचन्द्र जी के काज संवारे ॥
ભાવાર્થ - આપે ભીમ (અથવા ભયંકર) રૂપ ધારણ કરી રાક્ષસોંનો સંહાર કર્યો અને ભગવાન શ્રી રામના ઉદ્દેશ્યને સફળ બનાવવામાં સહયોગ આપ્યો.
लाय संजीवन लखन जियाये । श्री रघुबीर हरषि उर लाये ॥
ભાવાર્થ - આપે સંજીવની બુટ્ટી લાવી લક્ષ્મણજી ને પ્રાણ દાન આપ્યું અને શ્રીરામે હર્ષિત થઇને આપને હૃદયથી લગાવી દીધા.
रघुपति कीन्हीं बहुत बड़ाई । तुम मम प्रिय भरतहि सम भाई ॥
ભાવાર્થ - હે અંજનીનન્દન ! શ્રીરામે આપની ખુબજ પ્રશંસા કરી અને કહ્યું કે હનુમાન મને ભાઇ ભરત સમાન પ્રિય છે.
सहस बदन तुम्हारो यस गावैं । अस कहि श्रीपति कठं लगावैं ॥
ભાવાર્થ - “હજારો મુખોથી આપનું યશોગાન હો” એવું કહીને શ્રીરામચન્દ્રજીએ આપને તેમના હૃદયથી લગાવી દીધા.
सनकादिक ब्रह्मादि मुनिसा । नारद सारद सहित अहीसा ॥
ભાવાર્થ - શ્રીસનતકુમાર, શ્રીસનાતન, શ્રીસનક, શ્રીસનન્દન આદિ મુનિ, બ્રહ્મા આદિ દેવતા, શેષનાગજી બધા આપનું ગુણગાન કરે છે.
जम कुबेर दिक्पाल जहां ते । कवि कोविद कहि सके कहां ते ॥
ભાવાર્થ - યમ, કુબેર આદિ તથા બધી દિશાઓના રક્ષક, કવિ, વિદ્વાન કોઇ પણ આપના યશનું સંપૂર્ણ વર્ણન કરવામાં સક્ષમ નથી.
तुम उपकार सुग्रीवहिं कीन्हा । राम मिलाय राज पद दीन्हा ॥
ભાવાર્થ - આપે વાનરરાજ સુગ્રીવની શ્રીરામચન્દ્રજી સાથે મુલાકાત કરાવી તેમના પર ઉપકાર કર્યો. એમને રાજા બનાવી દીધા.
तुम्हरो मंत्र विभीषण माना । लंकेश्वर भये सब जग जाना ॥
ભાવાર્થ - આપના પરામર્શનું વિભીષણજીએ અનુકરણ કર્યું, જેના ફલસ્વરૂપે તેઓ લંકાના રાજા બન્યા, આ વાત આખું સંસાર જાણે છે.
जुग सहस्त्र योजन पर भानू । लील्यो ताहि मधुर फल जानू ॥
ભાવાર્થ - જે સૂર્ય હજારો યોજન દૂર છે, જ્યા સુધી પહોંચવામાં હજારો યુગ લાગે છે, એ સૂર્યને આપ મીઠું ફળ જાણીને ગળી ગયાં.
प्रभु मुद्रिका मेलि मुख माहीं । जलधि लांघि गये अचरज नाहीं ॥
ભાવાર્થ - આપે ભગવાન શ્રીરામ દ્વારા આપેલ વીંટી (અંગૂઠી, મુદ્રિકા)
મુખમાં રાખી સમુદ્ર પાર કર્યો. આપના માટે આમ સમુદ્ર ઓળંગવું કોઇ આશ્ચર્યની
વાત નથી.
दुर्गम काज जगत के जेते । सुगम अनुग्रह तुम्हरे तेते ॥
ભાવાર્થ - સંસારના કઠિન-થી-કઠિન કામ આપની કૃપાથી સહજતાથી પૂરા થઇ જાય છે.
राम दुआरे तुम रखवारे । होत न आज्ञा बिनु पैसारे ॥
ભાવાર્થ - આપ શ્રીરામચન્દ્રજીના મહેલના દ્વારપાલ છો, આપની આજ્ઞા વિના જેમા કોઇ પ્રવેશ નથી કરી શકતું.
सब सुख लहै तुम्हारी सरना । तुम रक्षक काहू को डरना ॥
ભાવાર્થ - આપની શરણમાં આવનાર વ્યક્તિને બધા સુખ પ્રાપ્ત થઇ જાય છે અને કોઇ પ્રકારનો ભય નથી રહેતો
आपन तेज सम्हारो आपै । तीनहु लोक हांक ते कांपै ॥
ભાવાર્થ - આપના વેગને કેવળ આપ જ સહન કરી શકો છો. આપની સિંહ ગર્જનાથી ત્રણેય લોકોના પ્રાણી કાંપી ઊઠે છે.
भूत पिशाच निकट नहिं आवै । महावीर जब नाम सुनावै ॥
ભાવાર્થ - હે અંજનિપૂત્ર ! જે આપના “મહાવીર” નામનું જપ કરે છે, ભૂત-પિશાચ જેવી દુષ્ટ આત્માઓ એનાથી દૂર રહે છે.
नासै रोग हरै सब पीरा । जपत निरंतर हनुमत वीरा ॥
ભાવાર્થ - હે વીર હનુમાનજી ! આપના નામનું નિરંતર જપ કરવાથી બધા રોગ નષ્ટ થઇ જાય છે અને બધા કષ્ટ પણ દૂર થઇ જાય છે.
संकट ते हनुमान छुड़ावै । मन-क्रम-बचन ध्यान जो लावै ॥
ભાવાર્થ - જે મન-પ્રેમ-વચનથી પોતાનું ધ્યાન આપનામાં લગાવે છે, તેમને બધા દુઃખોથી આપ મુક્ત કરી દો છો.
सब पर राम तपस्वी राजा । तिनके काज सकल तुम साजा ॥
ભાવાર્થ - રાજા શ્રીરામચન્દ્રજી સર્વશ્રેષ્ઠ તપસ્વી છે, તેમના બધા કાર્યોને આપે પૂર્ણ કર્યા છે.
और मनोरथ जो कोई लावै । सोइ अमित जीवन फल पावै ॥
ભાવાર્થ - આપની કૃપાના પાત્ર જીવ કોઇપણ અભિલાષા કરે, એને તુરંત ફળ મળે
છે. જીવ જે ફળ પ્રાપ્તિની કલ્પના પણ નથી કરી શકતો, એ ફળ એને આપની કૃપાથી
મળી જાય છે. અર્થાત્ એની બધી મંગળકામનાઓ પૂર્ણ થઇ જાય છે.
चारों जुग परताप तुम्हारा । है परसिद्ध जगत उजियारा ॥
ભાવાર્થ - આપનો યશ ચારો યુગો (સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ, તથા
કલિયુગ) માં વિદ્યમાન છે. સમ્પૂર્ણ સંસારમાં આપની કીર્તિ પ્રકાશમાન છે.
આખું સંસાર આપનું ઉપાસક છે.
साधु संत के तुम रखवारे । असुर निकन्दन राम दुलारे ॥
ભાવાર્થ - હે રામચન્દ્રજીના દુલારા હનુમાનજી ! આપ સાધુ-સંતો તથા સજ્જનો અર્થાત્ ધર્મની રક્ષા કરો છો તથા દુષ્ટોનો સર્વનાશ કરો છો.
अष्ट सिद्धि नव निधि के दाता । अस वर दीन जानकी माता ॥
ભાવાર્થ - હે કેસરીનન્દન ! માતા જાનકીએ આપને એવું વરદાન આપ્યું છે,
જેના કારણે આપ કોઇપણ ભક્તને “આઠ સિદ્ધિ” અને “નવ નિધિ” પ્રદાન કરી શકો છો.

નવ નિધિઓ -- પદ્મ, મહાપદ્મ, શંખ, મકર, કચ્છપ, મુકુન્દ, કુન્દ, નીલ, બર્ચ્ચ - આ નવ નિધિઓ કહેવામાં આવી છે.
राम रसायन तुम्हरे पासा । सदा रहो रघुपति के दासा ॥
तुम्हरे भजन राम को पावै । जनम जनम के दुख बिसरावै ॥
ભાવાર્થ - આપના ભજન કરનાર ભક્તને ભગવાન શ્રીરામજીના દર્શન થાય છે અને એના જન્મ-જન્માંતરના દુખ દૂર થઇ જાય છે.
अंतकाल रधुबर पुर जाई । जहां जन्म हरि भक्त कहाई ॥
ભાવાર્થ - આપના ભજનના પ્રભાવથી પ્રાણી અંત સમય શ્રીરઘુનાથજીના ધામે
જાય છે. જો મૃત્યુલોકમાં જન્મ લેશે તો ભક્તિ કરશે અને શ્રીહરિ ભક્ત
કહેવાશે.
और देवता चित्त न धरई । हनुमत सेइ सर्व सुख करई ॥
ભાવાર્થ - હે હનુમાનજી ! જો ભક્ત સાચા મનથી આપની સેવા કરે છે તો એને
બધા પ્રકારના સુખ પ્રાપ્ત થાય છે. એને અન્ય કોઇ દેવતાની પૂજા કરવાની
આવશ્યકતા નથી રહેતી.
संकट कटै मिटै सब पीरा । जो सुमिरै हनुमत बलबीरा ॥

जय जय जय हनुमान गोसाइँ । कृपा करहु गुरु देव की नाइँ ॥
ભાવાર્થ - હે વીર હનુમાનજી ! આપની સદા જય હો, જય હો, જય હો. આપ મુજ પર
શ્રીગુરૂજીની સમાન કૃપા કરો જેથી મેં સદા આપની ઉપાસના કરતો રહું.
जो शत बार पाठ कर कोई । छूटहिं बन्दि महा सुख होई ॥
ભાવાર્થ - જે વ્યક્તિ શુદ્ધ હૃદયથી પ્રતિદિન આ હનુમાન ચાલીસાનો સો વાર
પાઠ કરશે તે બધા સાંસારિક બંધનો થી મુક્ત થશે અને તેને પ્રેમાનંદની
પ્રાપ્તિ થશે.
जो यह पढ़े हनुमान चालीसा । होय सिद्धि साखी गौरीसा ॥
ભાવાર્થ - ગૌરી પતિ શંકર ભગવાને આ હનુમાન ચાલીસા લખાવી તેથી તેઓ
સાક્ષી છે કે જે આ હનુમાન ચાલીસા વાચસે તેને નિશ્ચય સિદ્ધિ પ્રાપ્ત થશે.
तुलसीदास सदा हरी चेरा । कीजै नाथ ह्रदय मंह डेरा ॥
ભાવાર્થ - હે મારા નાથ હનુમાનજી ! 'તુલસીદાસ' સદા "શ્રીરામ" ના દાસ છે, તેથી આપ એમના હૃદયમાં સદા નિવાસ કરો.
पवन तनय संकट हरन, मंगल मूरति रूप ।
राम लखन सीता सहित, ह्रदय बसहु सुर भूप ॥
ભાવાર્થ - હે પવનપુત્ર ! આપ બધા સંકટોના હરણ કરનાર ચો, આપ મંગળ મુરત
રૂપ છો. મારી પ્રાર્થના છે કે આપ શ્રીરામ, શ્રીજાનકી તથા લક્ષ્મણજી સહિત
સદા મારા હૃદયમાં નિવાસ કરો.
.
14 વર્ષ પછી શનિવારે હનુમાન જયંતીનો શુભ સંયોગ

ચૈત્રશુદ પુનમ શનિવાર તા.૦૪-૦૪-૨૦૧પનાં રોજ કન્યા રાશિ અને હસ્ત
નક્ષત્રમાં થનાર આ ગ્રહણ ગ્રસ્તોદિત ભારતનાં છેક છેવાડાનાં અંતીમ સરહદે
પૂર્વીય ભાગોમાં દેખાશે. ઉપરાંત એશીયા, પેસેફીક મહાસાગર, ઓસ્ટ્રેલીયા,
અમેરીકા અને ઉત્તરીય અમેરીકા તથા પેસેફીકમાં દેખાશે.
આ ગ્રહણ નો સ્પર્શ બપોરનાં ૧પ-૪પ કલાકે શરૂં થશે અને તેનો મોક્ષ
સાંજના ( ૧૯-૧૪ ) ૦૭-૧૪ કલાકે થશે. સૂર્ય કે ચંદ્ર પર થતી પ્રાકૃતિક અસરોથી
વિશીષ્ટ પ્રકારનાં હાનિકારક કિરણોનો
ઉત્ર્સગ મોટા પ્રમાણમાં થાય છે. આથી સીધુ જ આંખ દ્વારા ગ્રહણ નું જોવુ એ
આંખને માટે હાનિકારક બને છે. ખાસ પ્રકારનાં ચશ્મા વડે ગ્રહણ જોવુ એ
વજ્ઞાનિક સિદ્ધાંતને આપણા શાસ્ત્રોએ હજારો વર્ષો પહેલા પ્રતિપાદીત કરેલો. આ
જ કિરણોની વિપરીત અસર તાજા રાંધેલા કે વાસી ખોરાક પર પણ થાય છે. આથી
ગ્રહણનાં સમયમાં અન્ન ભક્ષણ પણ ત્યાજય કરવાની શાસ્ત્રાજ્ઞા છે.
ચંદ્ર ઔષધમાત્રનું પોષણ કરે છે. આથી ચંદ્રગ્રહણ વખતે પણ શુદ્ધિકરણનો
આગ્રહ રાખવો જોઇએ. ગ્રહણનાં સમયને ભજન અને ભકિત માટે શ્રેષ્ઠ કહ્યો છે.
ગ્રહણનાં સમયે લોકો અનાજ અને પાણીનાં માટલા વગેરે ઉપર દર્ભ મુકી દે છે.