Saturday, May 23, 2015

ઓનલાઇન ડેટિંગના બદલામાં અધધધ ચૂકવ્યા



હવે એકલવાયા લોકો માટે પોતાના સાથી શોધવાથી મોટી ચિંતાઓમાં થોડો વધારો થયો છે, એમાંય જેઓ પોતાના સ્પેશ્યલ સમવનની શોધ માટે ઈન્ટરનેટની મદદ લઈ રહ્યા હોય, તેમણે સાવચેત થવું પડે એવા ન્યૂઝ છે.

એફબીઆઈના રિપોર્ટ પ્રમાણે ઈન્ટરનેટ પર પ્રેમની શોધ કરી રહેલા લોકો ઓનલાઇન ક્રાઈમનાં મુખ્ય નિશાના પર હોય છે. છેલ્લા વર્ષે નોંધાયેલા સાયબર ક્રાઇમમાં રોમાંસ સંબંધિત ક્રાઇમનો આંકડો સૌથી મોટો હતો.

ઇન્ટરનેટ ક્રાઇમ કમ્પ્લેઇન સેન્ટર (IC3)નાં રિપોર્ટ મુજબ ઓનલાઇન ડેટિંગનાં ભોગ બનનાર પાસેથી એવરેજ 14,000 ડોલર્સ જેટલા પૈસા પડાવવામાં આવે છે. ગુનેગારો ડેટિંગ વેબસાઇટ, ચેટ રૂમ્સ અને સોશિયલ મીડિયા વેબસાઇટ્સમાંથી અંગત માહિતી મેળવે છે અને વિક્ટીમ્સ સુધી પહોંચે છે. તૈયાર કરેલી સુંદર સ્ક્રીપ્ટથી તેમને આકર્ષે છે. વિક્ટીમ્સને લાગે છે કે તેઓ તેમની સાથે પ્રેમમાં છે. 70 ટકા ડેટિંગ કાંડમાં 40થી મોટી ઉમરનાં પુરુષોને નિશાન બનાવવામાં આવ્યા છે. ગત વર્ષે 12 ટકાથી વધુ ઓનલાઇન ક્રાઇમ્સ સોશિયલ મીડિયાને લગતા હતા, જે પાંચ વર્ષમાં 400 ટકા વધારો દર્શાવે છે. નોંધાયેલા કિસ્સાઓ મુજબ અમેરિકાનાં રહેવાસીઓ પાસેથી 800 મિલિયન ડોલર્સ આ રીતે વસૂલાયા હતાં.
માટે જો તમે જેને ક્યારેય ન મળ્યા હોવ એ વ્યક્તિ તમને કહે કે હું તમને પ્રેમ કરું છું પણ મારી પાસે તારી પાસે આવવાનાં પૈસા નથી તો એ જ ક્ષણે તેની સાથેનાં બધાં જ કનેક્શન તોડી નાંખજો.

No comments:

Post a Comment