અમદાવાદના એરપોર્ટ પર ફરી એક વખત ગેરકાયદે રીતે લવાતું સોનું પકડાયા હોવાના સમાચાર છે. કડક સુરક્ષા વચ્ચે જો કે આ સોનું તેના ગંતવ્ય સુધી પહોંચ્યુ નહીં પણ ગુનેગારો તેને લઇ જવા માટે એક પછી એક નવા નુસખા અપનાવી રહ્યા છે. આ સોનું જે પકડાયુ તેને હાઇ પ્રેશર કાર વોશરમાં છૂપાવવામાં આવ્યુ હતુ. આ પહેલા પણ ઘણા બનાવો બન્યા છે, જેમાં અલગ અલગ પ્રકારના જુગાડ કરીને સોનું પહોંચાડવાના કારસો રચવામાં આવ્યો છે. પરંતુ ચાંપતી સુરક્ષાના લીધે આ પ્રકારના કિસ્સાઓમાં ગુનેગારો પકડાઇ ગયા છે.
No comments:
Post a Comment