Thursday, July 2, 2015

US: જાણો, જુલાઇ-15માં તમારી કેટેગરીના વિઝાનું સ્ટેટસ, E2 કેટેગરી યથાવત્




જુલાઇ-2015 ની ફેમિલી સ્પોન્સર્ડ કેટેગરી સંપૂર્ણ વિઝા ઇન્ફર્મેશન
 
F1- યુએસ સિટીઝનશિપ ધરાવનાર વ્યક્તિના 21 વર્ષથી વધુ વયના અપરણીત દીકરાઓ તથા દીકરીઓ
F2A- કાયમી વસવાટ કરનારાઓના પતિ-પત્ની તથા અપરણીત બાળકો 
F2B- કાયમી વસવાટ કરનારાઓના 21 વર્ષથી વધુ વયના અપરણીત દીકરાઓ તથા દીકરીઓ
F3- યુએસ સિટીઝનશિપ ધરાવનાર વ્યતકિતના પરિણીત પુત્રો અને પુત્રીઓ
F4- યુએસ સિટીઝનના એડલ્ટ બ્રધર અને સિસ્ટર
 
જુલાઇ-2015 માસની ફેમિલી સ્પોન્સર્ડ કેટેગરીની વિગતો
 
કેટેગરી કટ-ઓફ ડેટ
F1 01 ઓક્ટોબર 07 
F2A08 નવેમ્બર 13  
F2B  15 ઓક્ટોબર 08
F315 માર્ચ 04  
F4  22 ઓક્ટોબર 02   
 વોશિંગ્ટનઃ અમેરિકામાં જુલાઇ માસનું વિઝા બુલેટિન જાહેર થયું છે. વિઝા બુલેટિન અનુસાર વિવિધ કેટેગરીના વિઝાનું કરંટ સ્ટેટસ આ પ્રમાણે છેઃ
 
ફેમિલી સ્પોન્સર્ડ વિઝામાં F1, F2A અને F2B કેટેગરી એક મહિનો આગળ વધી છે. તે સિવાય F3 કેટેગરી ત્રણ સપ્તાહ આગળ વધી છે.  જ્યારે ફેમિલી સ્પોન્સર્ડ વિઝામાં ચોથી કેટેગરી દોઢ મહિનો આગળ વધી છે. 
 
એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ કેટેગરીમાં સ્કિલ્ડ અને પ્રોફેશનલ ડિગ્રી ધરાવનારાની E-3 કેટેગરી એક સપ્તાહ આગળ વધી છે. જ્યારે બાકીની તમામ કેટેગરીઓ જૂન-2015 માસ પ્રમાણે યથાવત્ છે..
એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ પ્રેફરન્સિસના વિઝાની વિગતો
 
E1 -  પ્રાયોરિટી વર્કર્સ (ચઢિયાતા કામદારો) 
E2 - પ્રોફેશનલ ડિગ્રી ધરાવનાર વ્યક્તિ
E3 - સ્કિલ્ડ અને પ્રોફેશનલ વર્કર
E4 - સ્પેશિયલ ઇમિગ્રન્ટ્સ
E5 - ખાસ પ્રોગ્રામ, નક્કી કરેલા વિભાગમાં રોજગાર ઉત્પન્ન કરનાર અને ખાસ પ્રકારની નોકરીઓની તક
 
જુલાઇ-2015 માસની એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ વિઝાની ઇન્ફર્મેશન
 
કેટેગરી કટ-ઓફ ડેટ
E1કરંટ ડેટ
E201 ઓક્ટોબર 08  
E301 ફેબ્રુઆરી 04
E4કરંટ ડેટ
E5કરંટ ડેટ
 

No comments:

Post a Comment