Monday, September 14, 2015

WPIમાં સતત દસમાં મહિને ઘટાડો: ઓગસ્ટમાં (-)4.95%

ઓગસ્ટમાં જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો સતત 10માં મહિને નકારાત્મક રહ્યો હતો. ઈંધણના ભાવમાં ઘટાડાથી અંકુશમાં રહેલા ફુગાવાને કારણે હવે વ્યાજદરમાં કાપની આશા ઉજળી બની છે.

ગત મહિને જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો એક વર્ષ અગાઉની સરખામણીમાં 4.95 ટકા ઘટ્યો હતો જે, એક મહિના અગાઉ (જુલાઈ)માં 4.05 ટકા ઘટ્યો હતો.

બ્લૂમબર્ગના અર્થશાસ્ત્રીઓના સર્વેક્ષણમાં જથ્થાબંધ આધારિત ફુગાવામાં 4.4 ટકાના ઘટાડાની ધારણા દર્શાવવામાં આવી હતી.

સતત દસમાં મહિને જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવાનો દર નકારાત્મક રહ્યો છે. 2005થી ફુગાવાના માસિક આંકડા ટ્રેક કરવાની શરૂઆત થઈ ત્યારથી ફુગાવાનો દર સૌથી નીચી સપાટીએ આવી ગયો છે, તેમ કેપિટલ ઈકોનોમિક્સના એનાલિટ્સ શિલાન શાહે જણાવ્યું હતું.

ફુગાવો ઘટતાં ભારતીય રિઝર્વ બેન્કની આગામી સમીક્ષા બેઠકમાં વ્યાજદરમાં ઘટાડા અંગેની અમારી આશા મજબૂત બની છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર રઘુરામ રાજને અગાઉ ત્રણ વાર વ્યાજદરમાં ઘટાડો કર્યા બાદ ગત પોલિસી બેઠકમાં વ્યાજદરો યથાવત જાળવી રાખ્યા હતા. આમ આ વખતે તેમના પર વ્યાજદરમાં ઘટાડાનું દબાણ જોવા મળશે.

ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં ભારતના અર્થતંત્રએ ચીન સહિતના અર્થતંત્રો કરતાં સારો દેખાવ કરીને 7 ટકાનો વિકાસ દર નોંધાવ્યો હતો. જોકે, તે અગાઉના ક્વાર્ટરના 7.4 ટકાના વિકાસદરથી નીચો છે.

ભારતની બિઝનેસ ફ્રેન્ડલી ગણાતી મોદી સરકાર દેશના અર્થતંત્રના વિકાસને વેગ આપવા માટે વધુ વ્યાજકાપ કરે તેવી આશા સેવાઈ રહી છે.

જોકે RBIના ગવર્નર રઘુરામ રાજનને ખાદ્ય પદાર્થ સહિતની કેટલીક ચીજવસ્તુઓના ભાવોમાં વધારો જોવા મળ્યો હતો તેની ચિંતા સતાવી રહી છે.

No comments:

Post a Comment