Saturday, June 25, 2016

બ્રેક્ઝિટ બાદ સોનું 2 વર્ષની ઊંચી સપાટીએ

લંડન:બ્રિટન યૂરોપીયન સંઘમાંથી નીકળી જશે તેવા જનમતસંગ્રહની ઐતિહાસિક ઘટના બાદ શુક્રવારે સોનામાં 8 ટકાના ઉછાળા સાથે 2 વર્ષની ઊંચી સપાટીને સ્પર્શ્યું હતું.

બ્રેક્ઝિટને પગલે ફેલાયેલી નાણાકીય અનિશ્ચિતતા વચ્ચે રોકાણકારોએ સલામત અભિગમ અપનાવતાં પીળી ધાતુમાં ખરીદી જોવા મળી હતી. સ્ટરલિંગમાં સોનામાં ઔંસદીઠ 1000 પાઉન્ડ જ્યારે યૂરોમાં 13 ટકાનો ઉછાળો નોંધાયો હતો.

સ્પોટમાં સોનાનો ભાવ એક તબક્કે ઔંસદીઠ 1,358.20 ડોલરને સ્પર્શ્યા બાદ 4.5 ટકા વધીને 1,313 ડોલરની સપાટીએ ટ્રેડ થઈ રહ્યું હતું જ્યારે યુએલ ગોલ્ડ ફ્યુચર્સ (ઓગસ્ટ ડિલિવરી) ઔંસદીઠ 59.40 ડોલર વધીને 1,322.50 ડોલરની સપાટીએ ટ્રેડ થઈ રહ્યું હતું.

No comments:

Post a Comment