Tuesday, September 20, 2016

સુરતી લોચો બનાવાની રીત

જગતના સ્વાદ રસિયા લોકોમાં ગુજરાતીઓ પ્રથમ ક્રમે આવે. આટલી બધી વૈવિઘ્ય પૂર્ણ અને આટલી સંખ્યામાં વાનગીઓ જગતની કોઇ પ્રજા પાસે નહીં હોય. કડવા સિવાયના તમામ રસો જેની જીભેથી ટપકતા હોય અને રસરંજક ખાણું ખાવા સાવ સામાન્ય રેસ્ટોરાં આગળ પણ લાઇન લગાવીને ઊભા હોય તો તે માત્ર ગુજરાતી હોઇ શકે. ગુજરાતીઓમાં પણ સુરતી લોકો જમવાની બાબતમાં સવાયા. સુરતમાં અન્નોત્સવ ન હોય એવી એક પણ મોસમ નથી. સુરતનું જમણ ને કાશીનું મરણ, આ કહેવત એમ જ પડી નથી. સુરતી લાલાને ખાવાના શોખમાં કોઇ ન પહોંચે. તો આવો આજે શીખીએ આવી જ કેટલીક સુરતી વાનગીઓ....
સુરતી લોચો
સામગ્રી
  gujarati recipes news in gujarati 
-એક વાડકી ચણાની દાળ
-એક ચમચો ચણાનો લોટ
-એક ચમચી ક્રશ કરેલું લીલું મરચું
-પા ચમચી હળદર
-પા ચમચી ખાવાનો સોડા
-એક  ડુંગળી ઝીણી સમારેલી
-બેથી ત્રણ ચમચા માખણ
-મીઠું સ્વાદાનુસાર
-પાણી જરૂર મુજબ
-સંચળ જરૂર મુજબ
-જીરુંનો પાઉડર જરૂર મુજબ
-મરી સ્વાદાનુસાર
-ઝીણી સેવ જરૂર મુજબ
-કોથમીર
-પાલક
રીત
સૌપ્રથમ એક વાડકી ચણાની દાળ ચાર કલાક પલાળો. હવે તેમાં એક ચમચી ચણાનો લોટ, મીઠું નાખી વાટો. તેમાં થોડોક સોડા બાય કાર્બ અને હળદર નાખીને અડધો કલાક રહેવા દો. હવે આ ખીરુંને ભજીયાના લોટ જેવું ઢીલું કરો. તેમાં લીલું મરચું અને હળદર નાખો. હવે ઢોકળાના કૂકરમાં પાણી નાખી, કૂકરની ડીશ પર તેલ ચોપડો તથા તે ગરમ થાય એટલે આ મિશ્રણ તેમાં નાખી દો. હવે દસેક મિનીટ સુધી મિશ્રણ ગરમ થવા દો. પછી તેમાં ચપ્પુ નાખીને જો ચોંટે તો હજુ વધુ ગરમ થવા દો નહીં તો ગરમ ગરમ પીરસવા માટે
 ડીશમાં લઈ લો. આ થયો લોચો તૈયાર. હવે તેના પર બેથી ત્રણ ચમચા પ્રવાહી માખણ રેડો તેના પર ઝીણી સેવ અને સમારેલી ડુંગળી નાખો. હવે એક વાડકીમાં લાલ મરચું, સંચળ, જીરું, મરી, મીઠુ નાખીને મિશ્રણ તૈયાર કરો અને જરૂર પ્રમાણે તેના પર ભભરાવો. એક ખમણના ટુકડાનો ભૂકો, લીલું મરચું, કોથમીર, પાલક, ખાંડ અને મીઠુ આટલી ચીજો મિક્સરમાં નાખીને ક્રશ કરીને ચટણી બનાવો. તેને લોચા સાથે પીરસો

No comments:

Post a Comment