Monday, January 29, 2018

રોકાણકારોમાં 'કોઈન'ની કમાણી પર ટેક્સનો ગભરાટ

અમેરિકાની IT કંપનીમાં કામ કરતા 36 વર્ષના એસ શ્રીધર સામે પેચીદો પ્રશ્ન ઊભો થયો છે. ગયા શુક્રવારે શ્રીધરે લગભગ 20 બિટકોઇનનું વેચાણ કર્યું હતું અને એ નાણાં બેન્ક ખાતામાં ટ્રાન્સફર કર્યાં હતાં. આવું કરતી વખતે શ્રીધરના ટેક્સ સલાહકારે તેને મોટી મુશ્કેલીમાં ફસાવાની ચેતવણી આપી હતી.

હવે શ્રીધર બિટકોઇનના વેચાણમાંથી થયેલા નફા પર કેટલો ટેક્સ ભરવો પડશે એ જાણવા ટેક્સ નિષ્ણાત સાથે સતત ચર્ચામાં છે. RBIની ચેતવણી તેમજ બિટકોઇનના ભાવમાં ઘટાડાને લીધે ઘણા લોકો આ ક્રિપ્ટોકરન્સીને વેચવા ધસારો કરી રહ્યા છે. ઉપરાંત, ટેક્સ બાબતે ગૂંચવણમાં છે. એડ્વાન્સ ટેક્સ ભરવાની છેલ્લી તારીખ 15 ડિસેમ્બર નજીકમાં છે ત્યારે વળતર પર ટેક્સ કેવી રીતે લાગશે તેનો ગભરાટ છે.

એક્સ્ચેન્જિસ અને એજન્ટ્સ ભારતીયોને બિટકોઇન ખરીદવા અને વેચવામાં મદદ કરી રહ્યા છે. ખાસ કરીને છેલ્લા કેટલાક દિવસમાં બિટકોઇન વેચવા માટે ભારે ધસારો થઈ રહ્યો છે. બિટકોઇન જાણકારોના મતે ભારતીયો બિટકોઇન વેચી રહ્યા છે અને નાણાં તેમના ઓનલાઇન વોલેટમાં ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે.Image result for bitcoin graph

અમદાવાદના બિટકોઇન એક્સ્ચેન્જ ઝેબપેના સહસ્થાપક અને સીઇઓ સૌરભ અગરવાલે જણાવ્યું હતું કે, આ જ કારણથી બિટકોઇનના પ્રીમિયમમાં પણ ઘટાડો થઈ રહ્યો છે. કોઇનડેસ્ક બિટકોઇન પ્રાઇસ ઇન્ડેક્સના ડેટા પ્રમાણે રવિવારે બપોરે બિટકોઇનનો ભાવ 25 ટકા ઘટીને 13,152 ડોલર (₹8,48,080)ની નીચી સપાટીને સ્પર્શ્યો હતો. બિટકોઇન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આગામી કેટલાંક સપ્તાહમાં બિટકોઇનના ભાવમાં વધુ ઘટાડાની શક્યતા છે.

ટેક્સ સલાહકારોના જણાવ્યા અનુસાર બિટકોઇન પર 30 ટકા સુધીના ટેક્સની શક્યતા છે. MGBના પાર્ટનર જિતેન્દ્ર ભંડારીએ જણાવ્યું હતું કે, કોઈ બિટકોઇન વેચશે તો તેના નફા પર ટેક્સ લાગશે એ નક્કી છે. જોકે, બિટકોઇનની કરપાત્રતા નક્કી કરવા આવકવેરા કાયદામાં કોઈ ચોક્કસ એમેન્ડમેન્ટ નથી.

ટેક્સ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર બિટકોઇનની ટ્રેડિંગની આવકને બિઝનેસ ઇન્કમ ગણવામાં આવશે તો તેની પર 30 ટકા ટેક્સ લાગશે. ટેક્સ જાણકારોના મતે ટેક્સ વિભાગ પણ બિટકોઇનના વેચાણને બિઝનેસની આવકમાં વર્ગીકૃત કરે તેવી શક્યતા છે.

અશોક મહેશ્વરી એન્ડ એસોસિયેટ્સ LLPના પાર્ટનર અમિત મહેશ્વરીએ જણાવ્યું હતું કે, એક્ટિવ ટ્રેડિંગને કારણે બિટકોઇન ટ્રેડિંગ સટ્ટાકીય બિઝનેસ ગણાશે. એટલે તેની પર નિયમિત દરે ટેક્સ લાગશે.

રેવન્યુ ઓફિસર્સ બિટકોઇન પર લાંબા કે ટૂંકા ગાળાનો કેપિટલ ગેઇન્સ ટેક્સ લઈ શકે. મહેશ્વરીએ જણાવ્યું હતું કે, બિટકોઇન વેચ્યા પછી એ નાણાં વ્યક્તિના બેન્ક ખાતામાં આવશે તો બિટકોઇનના રોકાણની મુદતને આધારે તેની પર લાંબા કે ટૂંકા ગાળાનો કેપિટલ ગેઇન ટેક્સ લાગશે. વ્યક્તિએ ઓછામાં ઓછા 36 મહિના સુધી બિટકોઇનમાં રોકાણ કર્યું હોય તો 20 ટકાના દરે લાંબા ગાળાનો કેપિટલ ગેઇન્સ ટેક્સ લાગશે. અન્ય કિસ્સામાં 30 ટકાનો શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સ લાગુ કરાશે.

No comments:

Post a Comment