Tuesday, June 30, 2020

પાકિસ્તાનના શેરબજાર પર ગ્રેનેડ હુમલો

કરાચી: સોમવારે સવારે પાકિસ્તાનના શેરબજારમાં ચાર સશસ્ત્ર આતંકવાદીઓએ કરેલા ગ્રેનેડ હુમલામાં ચાર સિક્યુરિટી ગાર્ડ્સ અને 

પોલીસ સબ ઈનિ્સેપક્ટર સહિત કુલ નવનાં મોત નીપજ્યા હોવાનું મીડિયા રિપોર્ટમાં જણાવાયું હતું.

જીઓ ન્યૂઝના અહેવાલ અનુસાર આ આતંકવાદીઓએ શેરબજારના ગેટ પર અંધાધૂંધ ગોળીબાર અને ગ્રેનેડ હુમલો કરીને અંદર ઘુસવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર તમામ આતંકવાદીઓ વળતા હુમલામાં માર્યા ગયા હતા અને અન્ય પાંચને ઈજા પહોંચી હતી.

પાકિસ્તાન શેરબજારના ડિરેક્ટર અબિદ અલિ હબીબના જણાવ્યા પ્રમાણે હુમલાખોરો પાર્કિગ એરિયામાંથી અચાનક ધસી આવ્યા હતા.

અચાનક અંધાધૂંધ ગોલીબારથી શેરબજારની ઈમારતના લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. સિંધ પ્રાન્તના ગવર્નર ઈમરાન ઈસ્માઈલે પણ આ હુમલાની પુષ્ટિ આપી હતી.



No comments:

Post a Comment