F&O નવેમ્બર સિરિઝના સેટલમેન્ટના દિવસે ટ્રેડર્સે પોઝિશન સરખી કરતાં મુંબઈ શેરબજાર 0.73 ટકા ઘટીને બંધ રહ્યું હતું. આમ સતત ત્રીજા દિવસે સેન્સેક્સમાં ઘટાડો નોંધાયો હતો. આજે દિવસ દરમિયાન BSE સેન્સેક્સ ઉપરમાં 19,628.27 અને નીચામાં 19,257.37 પોઈન્ટની રેન્જમાં ટ્રેડ થયા બાદ -141.69 પોઈન્ટ ઘટીને 19,318.16 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 5907.10 અને 5780.35 પોઈન્ટની વચ્ચે ટ્રેડ થયા બાદ 66.00 પોઈન્ટ ઘટીને 5899.75 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો. BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 1.89 અને 1.87 ટકા ઘટીને બંધ રહ્યા હતા. આજે અન્ય સેક્ટોરલ ઈન્ડાઈસિસમાં BSE રિયલ્ટી ઈન્ડેક્સ 5.40 ટકા , BSE મેટલ ઈન્ડેક્સ 2.58 ટકા અને BSE PSU ઈન્ડેક્સ 2.65 ટકા ઘટ્યા હતા. નિફ્ટીમાં આજે વધેલા શેરોમાં TCS ( 2.14%) , ઈન્ફોસિસ (1.79%) , HDFC ( 1.63%) , બજાજ ઓટો (1.36%) અને હિરો હોન્ડા (1.33%)નો સમાવેશ થાય છે. આજે ઘટેલા શેરોમાં સુઝલોન એનર્જી (-7.74%) , રિલાયન્સ પાવર (-5.95%) , જયપ્રકાશ એસોસિએટ્સ (-5.94%) , PNB (- 5.89%) અને RComm(- 5.12%)નો સમાવેશ થાય છે. નેશનલ સ્ટોક એક્સચેંજમાં આજે 40 શેરોમાં ઘટાડા અને 10 શેરોમાં વધારા સાથે માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહી હતી. 1.30 વાગ્યે : F&O નવેમ્બર સિરિઝના સેટલમેન્ટના દિવસે મુંબઈ શેરબજારમાં ભારે વોલેટિલિટી જોવા મળી હતી. રિયલ્ટીમાં ભારે વેચવાલીથી બપોરે 1.30 વાગ્યે BSE સેન્સેક્સ 44.68 પોઈન્ટ ઘટીને 19427.17 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો. બપોર બાદ સેન્સેક્સ રેડ ઝોનમાં આવી ગયો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 27.00 પોઈન્ટ ઘટીને 5838.75 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો. BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 1.45 અને 1.34 ટકા ઘટીને ટ્રે઼ડ થઈ રહ્યા હતા. આજે બપોરે રિયલ્ટી તેમજ કેપિટલ ગૂડ્ઝ શેરોમાં વેચવાલીનું ભારે દબાણ જોવા મળ્યું હતું જ્યારે આઈટી શેરોમાં લેવાલી જોવા મળી હતી. 11.45 વાગ્યે : આજે બપોરે પણ મુંબઈ શેરબજાર પોઝિટિવ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યું હતું. 11.45 વાગ્યે BSE સેન્સેક્સ 87.91 પોઈન્ટ વધીને 19547.76 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 10.55 પોઈન્ટ વધીને 5876.30 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો. BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.47 અને 0.19 ટકા ઘટીને ટ્રે઼ડ થઈ રહ્યા હતા. આજે બપોરે આઈટી તેમજ ટેકનો શેરોમાં લેવાલી જોવા મળી હતી જ્યારે રિયલ્ટી શેરોમાં વેચવાલીનું ભારે દબાણ જોવા મળ્યું હતું. શેરબજાર ઓપનિંગ : આજે મુંબઈ શેરબજારમાં કારોબારની પોઝિટિવ શરૂઆત થઈ હતી . ટ્રેડિંગની થોડી જ મિનિટોમાં BSE સેન્સેક્સ 114.71 પોઈન્ટ વધીને 19574.56 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો . નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 32.30 પોઈન્ટ વધીને 5898.05 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો . BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.32 અને 0.55 ટકા વધીને ટ્રે઼ડ થઈ રહ્યા હતા . આજે સવારે ઓટો તેમજ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી જ્યારે હોમ લોન કાંડને કારણે રિયલ્ટી શેરોમાં વેચવાલીનું દબાણ જારી રહ્યું હતું . બુધવારે BSE સેન્સેક્સ ઉપરમાં 19835.57 અને નીચામાં 19375.92 પોઈન્ટની રેન્જમાં અથડાયા બાદ 231.99 પોઈન્ટ ગગડીને 19459.85 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો . નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 5976.65 અને 5865.75 પોઈન્ટની રેન્જમાં અથડાયા બાદ 69.00 પોઈન્ટ ઘટીને 5851.10 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો |
No comments:
Post a Comment