Thursday, November 25, 2010

SEBI મની મેટર્સના સોદાઓની તપાસ કરે એવી શક્યતા

મૂડીબજારની નિયમનકર્તા સેબી ઇનસાઇડર ટ્રેડિંગ , કિંમતો સાથે ચેડાં અને ગેરરીતિ આચરવા કરવા બદલ રાજેશ શર્મા પ્રમોટેડ મની મેટર્સની તપાસ કરવાની છે ઐવી માહિતી નાણામંત્રાલયના ટોચના અધિકારીએ ઇટીને આપી હતી. મની મેટર્સ સ્થાનિક સૌથી મોટી ડેટ સિન્ડિકેશન કંપનીઓ પૈકીની એક છે.

અધિકારીએ નામ જાહેર નહીં કરવાની શરતે જણાવ્યું હતું કે મની મેટર્સનો શેર પ્લેસમેન્ટ અગાઉ થોડાક મહિનાઓમાં રૂ. 100 થી ઊછળીને રૂ. 800 કેવી રીતે થઈ ગયો તેને લગતી તપાસ કરવામાં આવશે. રૂ. 445 કરોડની ઓફરમાં લીડ મેનેજરની ભૂમિકા આઇઆઇએફએલએ ભજવી હતી , જે અગાઉ ઇન્ડિયા ઇન્ફોલાઇનના નામે જાણીતી હતી.

ઇશ્યૂ ભરનાર મોટા વિદેશી રોકાણકારોમાં જીએમઓ , ફિડેલિટી , ગોલ્ડમેન સાક્સ અને મોર્ગન સ્ટેન્લીનો સમાવેશ થાય છે. પ્લેસમેન્ટ વધારેલા મૂલ્યના આધારે થયું હતું કે કેમ તેના પર તપાસકર્તાઓ નજર દોડાવશે એમ અધિકારીએ કહ્યું હતું.

ઉપરાંત , એલઆઇસી આઇપીઓ અને સેકન્ડરી માર્કેટ મારફતે કેટલીક કંપનીઓમાં હિસ્સો ખરીદે તે માટે શર્માએ કોઈ ભૂમિકા ભજવી હતી કે કેમ તેની પણ સીબીઆઇ તપાસ કરશે.

તપાસકર્તાઓ એલઆઇસીએ કરેલા આવા સોદામાંથી કેટલાક સોદા અંગે શર્માની પૂછપરછ કરે તેવી શક્યતા છે.સીબીઆઇના અધિકારીઓએ કહ્યું હતું કે શર્મા અને એલઆઇસીના ટોચના મેનેજમેન્ટ વચ્ચે ગેરકાયદેસર સાંઠગાંઠ હતી કે નહીં તેની તપાસ પણ એજન્સી કરશે. કેમકે તેઓ માને છે કે મેનેજમેન્ટની પૂર્વમંજૂરી વિના આવા સોદા થઇ શક્યા હોત.

No comments:

Post a Comment