Saturday, December 18, 2010

GDR રૂટનો ઉપયોગ કરી શેરના ભાવમાં વધારો કરાય છેઃ

બજારમાં અત્યંત ઓછી જાણીતી કંપનીઓ દ્વારા વિદેશની ઇક્વિટી જારી કરી કરવા સામે રોકાણકાર હિત સંરક્ષક જૂથે અવાજ ઉઠાવતા ચેતવણી આપી છે કે પ્રકારના ઓફરિંગનું ધ્યેય શેરના ભાવમાં વધારો કરવાનું લાગે છે.

પ્રકારની રીતરસમ અંગે જાણતા પણ ઓન રેકોર્ડ બોલવાની ઇચ્છા ધરાવતા કેટલાક બેન્કરો અને શેરદલાલોના જણાવ્યા મુજબ પ્રકારના સોદાઓમાં કંપનીઓ સ્થાનિક શેર ધરાવતી કંપનીઓને ગ્લોબલ ડિપોઝિટરી રિસિપ્ટ્સ કે જીડીઆર ઓફર કરે છે અને તે હેતુ માટે લાઇન લગાવીને ઊભેલા અજ્ઞાત રોકાણકારોને શેર આપી ઝડપથી નાણા ઊભા કરે છે. અહીં રોકાણકારો અંગે અસ્પષ્ટતા પ્રવર્તે છે.

તેઓનું કહેવું છે કે પ્રકારના સોદા માટે કંપની કેટલીક ઓફશોર બેન્કોનો સંપર્ક સાધે છે , જેમણે નવી રચાયેલી શેલ કંપનીઓને ધિરાણ કર્યું હોય છે. રીતે કાગળિયા પર ઊભી થયેલી કંપનીઓ ગ્લોબલ ડિપોઝિટરી રિસીપ્ટ્સ ઇશ્યૂમાં રોકાણ કરે છે અને ઇશ્યૂઅર કંપની તેના પછી રકમ બેન્કને ટ્રાન્સફર કરે છે જે પ્રકારના સોદાનું મૂળ છે.

આમ અહીં નાણા એક સર્કલમાં ફરે છે , કંપનીએ વિદેશમાં ઇક્વિટી શેરો પ્રીમિયમે વેચ્યા હોવાથી ભારતીય બજારમાં તેના શેરના ભાવ વધે છે. એક વખત શેરના ભાવ વધે પછી ગ્લોબલ ડિપોઝિટરી રિસિપ્ટ્સનું શેરમાં રૂપાંતરણ થાય છે અને જરાપણ શંકા જાય તેવા રોકાણકારોને તે પધરાવી દેવાય છે , એમ કેટલીક અગ્રણી લિસ્ટેડ બ્રોકરેજ ફર્મ્સના અધિકારીઓએ જણાવ્યું હતું.

લગભગ 20 થી પણ વધારે કંપનીઓ છેલ્લા બે વર્ષ કરતાં પણ વધારે સમયથી પ્રકારની રીતરસમ સાથે સંકળાઈ છે , એમ તેઓએ જણાવ્યું હતું.

બ્રોકરેજ ફર્મ ઇલરા કેપિટલના ચેરમેન અને સીઇઓ રાજ ભટ્ટના જણાવ્યા મુજબ કન્વર્ટિબલ બોન્ડ્સની તુલનાએ વિદેશી ઇક્વિટી ઓફરિંગના ઉદાર નિયમોના લીધે કેટલીક ભારતીય કંપનીઓ રૂટે ભંડોળ ઊભું કરવાનો વિકલ્પ અપનાવી રહી છે.

બોમ્બે શેરહોલ્ડર્સ એસોસિયેશના વડા અશોક બકલીવાલનું કહેવું છે કે જીડીઆર દ્વારા નાણા ઊભા કરનારી મોટા ભાગની કંપનીઓનો કોઈ ટ્રેક રેકોર્ડ નથી અને તેઓનું બ્રોકિંગ ફર્મ દ્વારા ટ્રેકિંગ પણ કરવામાં આવતું નથી.

No comments:

Post a Comment