Monday, December 6, 2010

SBIએ થાપણ દરમાં દોઢ ટકા સુધીનો વધારો કર્યો

દેશની સૌથી મોટી રાષ્ટ્રીયકૃત બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ આજે થાપણ દરોમાં 150 બેસિસ પોઈન્ટ (

1.5%) નો વધારો કર્યો હતો. સાથે બેન્કમાં ફિક્સડ ડિપોઝીટ ધરાવનારા ગ્રાહકોને તેમની બચત પર સારું વ્યાજ મળી શક્શે.

નવા દરો આવતીકાલથી અમલી બનશે. ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર ડી સુબ્બારાવના થાપણો પર ગ્રાહકોને સારું વળતર આપવાના સૂચન બાદ ICICI બેન્ક , પંજાબ નેસનલ બેન્ક , સિન્ડીકેટ બેન્ક અને બેન્ક ઓફ ઈન્ડિયાએ થાપણ દર વધાર્યા હોવાથી દેશની જાહેર ક્ષેત્રની સૌથી મોટી બેન્કે પણ થાપણ દરમાં વધારો કરવાનો નિર્ણય કર્યો હતો.

બેન્કે વિવિધ મેચ્યોરિટી ધરાવતી થાપણો પરના દરમાં વધારો જાહેર કર્યો છે. બેન્કે 8-10 વર્ષની મેચ્યોરિટી ધરાવતી થાપણ પર 8.75 ટકાનો મહત્તમ વ્યાજદર ચૂકવવાનો નિર્ણય કર્યો છે , જે 100 બેસિસ પોઈન્ટનો વધારો સૂચવે છે.

46-90 દિવસની બાંધી મુદતની થાપણ માટેના દરમાં 150 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે. ડિપોઝીટ પર ગ્રાહકો અગાઉના 4 ટકાની સરખામણીમાં 5.5 ટકા વ્યાજ મેળવી શક્શે.

No comments:

Post a Comment