શેરબજાર આજે ઉતાર-ચઢાવ બાદ નજીવા વધારા સાથે બંધ રહ્યું હતું. ઊંચા મથાળે શરૂ થયેલા પ્રોફિટ બુકિંગથી બજારમાં શરૂઆતનો સુધારો ધોવાઈ ગયો હતો. દિવસ દરમિયાન BSE સેન્સેક્સ ઉપરમાં 20,217.86 અને નીચામાં 19,944.71પોઈન્ટની વચ્ચે ટ્રેડ થયા બાદ 14.38 પોઈન્ટ વધીને 19981.31 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 6066 અને 5966 પોઈન્ટ વચ્ચે અથડાયા બાદ 00.55 પોઈન્ટ ઘટીને 5992.25 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.37 ટકા અને 0.90 ટકા ઘટીને બંધ રહ્યા હતા. આજે અન્ય સેક્ટોરલ ઈન્ડાઈસિસમાં BSE મેટલ ઈન્ડેક્સ 2.30 ટકા , BSE ઓઈલ-ગેસ ઈન્ડેક્સ 0.84 ટકા વધ્યા હતા જ્યારે BSE બેન્કેક્સ 2.37 ટકા અને BSE PSU ઈન્ડેક્સ 0.91 ટકા ઘટ્યા હતા. આજે નિફ્ટીમાં ઘટેલા શેરોમાં SBI (- 4.28%) , હીરો હોન્ડા (-3.35%) , RComm(- 2.87%) , ICICI Bank (- 2.86%) અને ITC (- 1.34%)નો સમાવેશ થાય છે. આજે નિફ્ટીમાં વધેલા શેરોમાં ટાટા મોટર્સ (3.66%) , સ્ટરલાઈટ ઈન્ડસ્ટ્રીઝ (3.38%) , ટાટા સ્ટીલ (3.22%) , હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝ (2.27%)અને જિંદાલ સ્ટીલ (2.26%)નો સમાવેશ થાય છે. 12 વાગ્યે : મુંબઈ શેરબજાર આજે બપોરે પણ ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યું હતું. બપોરે 12 વાગ્યે મેટલ શેરોની આગેવાનીમાં BSE સેન્સેક્સ 210.14 પોઈન્ટ વધીને 20177.04 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 64.90 પોઈન્ટ વધીને 6057.70 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો. BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 1.00 ટકા અને 0.80 ટકા વધીને ટ્રેડ થઈ રહ્યા હતા. આજે બપોરે મેટલ તેમજ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં ઉછાળો જોવાયો હતો જ્યારે બેન્ક શેરોમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. શેરબજાર ઓપનિંગ : મુંબઈ શેરબજાર આજે ઉપરમાં ખૂલ્યું હતું. ટ્રેડિંગની થોડી જ મિનિટોમાં BSE સેન્સેક્સ 119.01 પોઈન્ટ વધીને 20085.94 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 35.60 પોઈન્ટ વધીને 6028.40 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો. BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.62 ટકા અને 0.51 ટકા વધીને ટ્રેડ થઈ રહ્યા હતા. આજે સવારે મેટલ તેમજ આઈટી શેરોમાં ઉછાળો જોવાયો હતો જ્યારે FNCG શેરોમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. શુક્રવારે BSE સેન્સેક્સ ઉપરમાં 20067.81 અને નીચામાં 19877.12 પોઈન્ટની રેન્જમાં ટ્રેડ થયા બાદ 25.77 પોઈન્ટ ઘટીને 19966.93 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 6025.40 અને 5964.25 પોઈન્ટની રેન્જમાં અથડાયા બાદ 18.90 પોઈન્ટ ઘટીને 5992.80 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો |
No comments:
Post a Comment