સમગ્ર વિશ્વમાં નવા વર્ષની ઉજવણીનો દોર શરૂ થઈ ગયો છે જે હવે આગામી બે ત્રણ દિવસ સુધી ચાલુ રહે તેવી શક્યતા છે. શાનદાર આતિશબાજીનો નજારો વિશ્વના મોટા દેશોમાં જોવા મળ્યો હતો. ખાસ કરીને સિડનીના હાર્બરબ્રિજ ઉપર કરોડો રૂપિયાના ખર્ચે આતિશબાજી કરવામાં આવી હતી. વિશ્વભરમાં 2011ને આવકારવા માટે તૈયારી થઈ ચુકી છે. પાર્ટીઓનો દોર ચાલુ થઈ ચૂક્યો છે. 20 ઈંચ બરફ પડ્યો હોવા છતા ઉજવણીમાં કોઈ અસર થઈ નથી.
ઓસ્ટ્રેલિયાથી શરૂ થયેલી ઉજવણી એશિયન દેશોમાં થઈને અમેરિકા ખાતે પૂર્ણ થઈ હતી. જાપાનમાં મધ્યરાત્રિ પરંપરાગત પ્રાર્થના સભા યોજવામાં આવી હતી. જ્યારે યૂરોપિયનો આર્થિક મંદીને ભૂલવા માટે મદ્દરૂપ થાય તે આશાએ નવા વર્ષને ઉજવણી કરી હતી. યૂરોપિયનોએ આર્થિક મંદીને ભૂલવા મદદરૂપ થાય તે આશાએ નવા વર્ષની ઉજવણી કરી હતી. ન્યૂયોર્ક શહેરમાં અંદાજે 10 લાખ લોકો પ્રસિદ્ધ ટાઈમ્સ સ્કવેર ખાતે એકઠા થયા હતા. જ્યા તેમણે પરંપરગત મીડનાઈટબોલ ડ્રોપની રમત સાથે નવા વર્ષને વધાવી લીધુ હતુ.
No comments:
Post a Comment