તમે દર વખતે નોકરી બદલો ત્યારે તમારી નોકરીમાંથી પ્રોવિડન્ટ ફંડ ઉપાડી લેવાની વાત ટૂંક સમયમાં ભૂતકાળ બની શકે તેમ છે. દેશના સૌથી ટોચના રિટાયરમેન્ટ ભંડોળ એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન( EPFO )એ સરકારને વિનંતી કરી છે કે તે પીએફના બેલેન્સનો સરળતાથી થતો ઉપાડ રોકે.
સેન્ટ્રલ પીએફ કમિશનર સમીરેન્દ્ર ચેટરજીએ જણાવ્યું હતું કે , દર છ મહિને કે વર્ષે તમે નોકરી બદલો છો અને પીએફ ઉપાડી લો છો. તેના લીધે પીએફ ઓફિસની સ્થિતિ બેન્ક જેવી થઈ ગઈ છે.
આ વર્ષે કર્નાલની ઓફિસમાં થયેલી પીએફ સેટલમેન્ટ્સનો આંતરિક અભ્યાસ પછી જાગી ઊઠેલા ઇપીએફઓએ આ પ્રકારના ફેરફારની માંગ કરી છે. કર્નાલની પીએફ એફિસે લગભગ 89 ટકા કેસ સેટલ કરવામાં આવ્યા હતા , જેમાં નવાં અને જૂનાં અર્થતંત્રો બંનેના ઉદ્યોગોને આવરી લેવામાં આવ્યા છે , જેમાં કામદારોએ નોકરી છોડ્યા બાદ પીએફ ઉપાડી લીધું છે.
ફક્ત 0.8 ટકા કામદારોએ જ પીએફ એકાઉન્ટ ટ્રાન્સફર કરવાનો વિકલ્પ અપનાવ્યો હતો.
લગભગ 82 ટકા કામદારોએ ઉપાડેલી રકમ 30,000 રૂપિયાથી પણ ઓછી હતી.
લગભગ 65 ટકા કામદારોએ 35 વર્ષની વય પહેલાં તેમની નિવૃત્તિની બચત ઉપાડી લીધી હતી.
ઇપીએફના ફક્ત ત્રણ ટકા સભ્યો જ દસ વર્ષથી વધારે સમય નોકરી ચાલુ રાખી શક્યા હતા , જે વસ્તુ ઇપીએફઓમાં પેન્શનના ફાયદા માટે જરૂરી ગણાય છે.
આ અભ્યાસમાં 2.7 ટકા 50 ટકા ક્લેમ્સ એવા લોકોના હતા જેમણે 2.7 વર્ષ કામ કર્યું હતું અને તેમની સરેરાશ ઉંમર 31.33 વર્ષની હતી. તેઓ ઘરે બહુ-બહુ તો દસ હજાર રૂપિયાની રકમ લઈ જઈ શક્યા હશે. ચેટરજીએ જણાવ્યું હતું કે , લોકોને નાણાંની જરૂર હોય છે , પરંતુ તેઓએ દરેક તકે તેમની બધી બચતનો વપરાશ કરી નાખવો જોઈએ નહીં.
વર્તમાન પીએફ નિયમ મુજબ કર્મચારીઓ નોકરી છોડ્યાના બે મહિનામાં સમગ્ર ઇપીએફ ફાળો ઉપાડી શકે છે. પણ અહીં શરત એ છે કે આ સમયગાળા દરમિયાન કર્મચારીએ બીજે ક્યાંય કામ કરવાનો પ્રારંભ કરેલો ન હોવો જોઈએ.
જો તેણે આ બે મહિનામાં બીજે ક્યાંય કામ કરવાનો પ્રારંભ કર્યો હોય તો નવી ઇપીએફની રકમ તેના નવા પીએફ ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. પણ ઇપીએફઓ માટે આ પ્રકારના નિયમોનો કોઈ અર્થ નથી , કારણ કે દરેક નોકરી બદલવા સાથે કામદારોને નવું પીએફ ખાતું ખોલતા રોકવા માટે તેની પાસે કોઈ સિસ્ટમ નથી.
જોકે પીએફ બેલેન્સનું સરળ ટ્રાન્સફર કરવા માટે દિલ્હી અને કર્નાલની પીએફ ઓફિસમાં નવું સોફ્ટવેર ગોઠવવામાં આવ્યું છે , તેના દ્વારા મહિનામાં પીએફ બેલેન્સ ઇલેક્ટ્રોનિકલી ટ્રાન્સફર થઈ શકશે.
No comments:
Post a Comment