Saturday, January 1, 2011

પંજાબ એન્ડ સિંધ બેન્કનું 22% પ્રીમિયમથી લિસ્ટિંગ

મુંબઈ શેરબજારમાં પંજાબ એન્ડ સિંધ બેન્કની ધમાકેદાર શરૂઆત થઈ હતી. કંપનીના 120 રૂપિયાના ઈશ્યૂ ભાવની સામે

કંપનીના શેરનું આજે મુંબઈ શેરબજારમાં
22 ટકા પ્રીમિયમથી લિસ્ટિંગ થયું હતું.

આજે સરકાર હસ્તકની આ બેન્કના શેર 146.10 રૂપિયાના ભાવે ખૂલ્યા હતા જે તેની ઓફર ભાવ કરતાં 21.75 ટકાનો વધારો દર્શાવે છે.

નેશનલ સ્ટોક એક્સચેંજમાં પણ આ બેન્કનો શેર 144 રૂપિયાના ભાવે ખૂલ્યો હતો જે ઈશ્યૂ ભાવની સરખામણીમાં 20 ટકાનો વધારો દર્શાવે છે.

બપોરે 12.08 વાગ્યે બેન્કનો શેર BSE માં 9.33 ટકા વધીને 131.20 રૂપિયા જ્યારે NSE માં 131.35 રૂપિયાના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

બેન્કે તેના આઈપીઓ માટે 120 નો ભાવ નિર્ધારિત કર્યો હતો. આ ઈશ્યુ 50.75 ગણો છલકાયો હતો. આ પબ્લિક ઈશ્યૂ દ્વારા બેન્કે 480 કરોડ રૂપિયાનું ભંડોળ એકત્ર કર્યું હતું

No comments:

Post a Comment