બેંચમાર્ક સેન્સેક્સે આ વર્ષે એશિયામાં સૌથી ખરાબ દેખાવ કર્યો છે. બિરલા સન લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીના વિક્રમ કોટકે જણાવ્યું હતું કે સેન્સેક્સ ચાર માસમાં વધુ 15 ટકા ઘટે એવી શક્યતા છે , કેમ કે વધી રહેલા ખર્ચા નફાને ઘટાડશે અને વ્યાજદરોમાં વધારો થશે. વિક્રમ કોટકે 2010 ની તેજી વિશે આગાહી કરી હતી.
40 વર્ષની વયના વિક્રમ કોટક બિરલા સનના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર તરીકે 4.2 અબજ ડોલરના ભંડોળના સંચાલનમાં મદદ કરે છે. તેમણે રોકડ વધારીને 15 ટકા કરી છે અને તેઓ કહે છે તેમ , તેઓ ' તેનું રોકાણ કરવાના મૂડમાં નથી. ' મેમાં રોકડ રકમ 10 ટકા જેટલી હતી.
બીએસઇ સેન્સેક્સ પાંચમી નવેમ્બરની વિક્રમ સપાટીથી 10 ટકા ઘટ્યો છે. કેટલાક રોકાણકારો પાંચમી નવેમ્બરની સપાટીથી થયેલા ઘટાડાને કરેક્શન માને છે.
કોટકે જણાવ્યું હતું કે , કાં તો તમારું બજાર ઘટીને એવા સ્તરે આવી જશે કે લોકોને ફુગાવા અને વ્યાજદરોની ચિંતા નહીં થાય અથવા તમે આ સમસ્યાને હલ કરી દેશો. બજારો વધવા માટે અમને કોઈ કારણ જણાતું નથી.
આરબીઆઇના ગવર્નર ડી સુબ્બારાવે ફુગાવાનો અંદાજ વધારીને 7 ટકા કર્યા પછી માર્ચથી અત્યાર સુધીમાં મંગળવારે સાતમી વાર વ્યાજદરોમાં વધારો કર્યો હતો
No comments:
Post a Comment