Friday, January 21, 2011

નિફ્ટી 5700ની ઉપર બંધ : Rcomm વધ્યો

નીચા મથાળે ફરી લેવાલી નીકળતાં મુંબઈ શેરબજાર આજે ઉતાર-ચઢાવ બાદ ગ્રીન ઝોનમાં બંધ રહ્યું હતું.
દિવસ દરમિયાન BSE સેન્સેક્સ ઉપરમાં 19100.26 અને નીચામાં 19100.26 પોઈન્ટની સપાટી વચ્ચે ટ્રેડ થયા બાદ 68.22 પોઈન્ટ વધીને 19046.54 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 5729.45 અને 5634.50 પોઈન્ટની રેન્જમાં ટ્રેડ થયા બાદ 20.55 પોઈન્ટ વધીને 5711.60 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.14 ટકા અને 0.04 ટકા વધીને બંધ રહ્યા હતા. આજે અન્ય સેક્ટોરલ ઈન્ડાઈસિસમાં BSE ઓઈલ-ગેસ ઈન્ડેક્સ 1.50 ટકા , BSE FMCG ઈન્ડેક્સ 1.36 ટકા અને BSE ઓટો ઈન્ડેક્સ 0.22 ટકા ઘટ્યો હતો જ્યારે BSE બેન્કેક્સ 1.75 ટકા અને BSE IT ઈન્ડેક્સ 0.96 ટકા વધ્યો હતો. આજે વધેલા શેરોમાં RComm ( 2.68%) , ICICI બેન્ક (2.68%) , HDFC બેન્ક (2%) , જિંદાલ સ્ટીલ (1.85%) અને સેસા ગોવાનો સમાવેશ થાય છે. આજે વધેલા શેરોમાં GAIL (- 2.85%) , ITC (- 2.51%) , રેનબેક્સી (-1.99%) , ONGC (- 1.77%) અને BPCL (- 1.51%)નો સમાવેશ થાય છે. NSE માં આજે 1460 શેરોમાં ઘટાડા અને 1390 શેરોમાં વધારા સાથે માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહી હતી.

No comments:

Post a Comment