Tuesday, January 4, 2011

અમદાવાદમાં હોટેલ ઓક્યુપન્સીમાં ઘટાડો થશે

અમદાવાદ : હોટેલિયર્સમાં ભાવ યુધ્ધ ફાટી નીકળવાની શક્યતા છે. અમદાવાદમાં અનેક દેશોમાં હાજરી ધરાવતી રેડિસન , ફોર પોઈન્ટ શેરટોન અને ક્રાઉની પ્લાઝા આગામી બે વર્ષમાં સક્રિય થઈ રહી છે ત્યારે 2012 સુધીમાં શહેરમાં 1600 નવા રૂમનો પુરવઠો આવતા ઓક્યુપન્સી દર ઘટીને 36 ટકા થશે , તેમ વૈશ્વિક રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ નાઈટ ફ્રેન્કનો તાજેતરનો અહેવાલ સૂચવે છે.

અહેવાલમાં જણાવાયું છે કે હોસ્પિટાલિટી સેક્ટરમાં સ્પર્ધા તીવ્ર બનશે જેને પગલે ઓક્યુપન્સી અને એવરેજ રૂમ રેન્ટલ(એઆરઆર)માં ઘટાડા તરફી દબાણ આવશે.

એઆરઆર અત્યારના 3756 રૂપિયાના સ્તરથી ઘટે તેવી શક્યતા છે. દેશના અન્ય મુખ્ય શહેરો કે જ્યાં રૂમની માંગનું મુખ્ય ચાલકબળ વિદેશી પ્રવાસીઓ છે તેનાથી વિપરિત અમદાવાદમાં તે સ્થાનિક પ્રવાસીઓ છે તેનાથી વિપરિત અમદાવાદમાં તે સ્થાનિક પ્રવાસી સેગમેન્ટ આધારિત છે.

રૂમનો આ નવો પુરવઠો માંગ કરતાં વધુ હશે. રૂમની દૈનિક માંગ 2010 ની 860 થી વધીને 2013 માં 1158 થશે તેની સામે 2013 માં નવો પુરવઠો આવ્યા બાદ રૂમની સંખ્યા હાલના 1789 રૂમથી વધીને 2013 થશે.

અમદાવાદમાં ક્રાઉની પ્લાઝા હોટેલનું નિર્માણ કરી રહેલી સાવી ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વડા જક્ષય શાહ જણાવે છે કે શહેરમાં હોટેલ રૂમની હંમેશા માંગ રહેશે જે કન્વેન્શન્સ , કાર્યક્રમો અને બિઝનેસ મિટિંગોમાં ભાગ લેવા શહેરની મુલાકાત લઈ રહ્યા છે.

No comments:

Post a Comment