Tuesday, January 4, 2011

અમૂલ દૂધના ભાવમાં લિટરદીઠ 2 રૂપિયાનો વધારો

અમદાવાદ : શાકભાજી બાદ હવે દૂધના ભાવમાં વધારો થશે. અમૂલ બ્રાન્ડ હેઠળ વિવિધ ડેરી પ્રોડક્ટ્સનું વેચાણ કરતી રાજ્યની સૌથી મોટી

દૂધ ઉત્પાદક ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (જીસીએમએમએફ)એ સમગ્ર દેશમાં તેના દૂધના ભાવમાં લિટર દીઠ રૂ. 2 નો વધારો કરવાની જાહેરાત કરી છે.


જીસીએમએમએફના મેનેજિંગ ડિરેક્ટર આર એસ સોઢીએ જણાવ્યું હતું કે , '' અમે અમારી વિવિધ બ્રાન્ડ્સમાં રૂ. 1 થી રૂ. 2 નો વધારો કર્યો છે.

આ ભાવવધારો ગુજરાત અને દિલ્હીમાં 30 ડિસેમ્બરથી અને દેશના બાકીના ભાગમાં 3 જાન્યુઆરીથી અમલમાં આવશે.તેમણે જણાવ્યું હતું કે , અમારી ગોલ્ડ અને શક્તિ બ્રાન્ડની કિંમતમાં લિટર દીઠ રૂ. 2 નો વધારો થશે તાઝા અને સ્લિમ એન્ડ ટ્રીમના ભાવમાં લિટર દીઠ રૂ. 1 નો વધારો થશે.

34 ભાવવધારા બાદ મુંબઈ , દિલ્હી , કોલકાતા અને ગુજરાતના કેટલાક જિલ્લામાં અમૂલ-ગોલ્ડની કિંમત પ્રતિ લિટર રૂ. 34 થશે , જ્યારે શક્તિ , તાઝા અને સ્લિમ એન્ડ ટ્રિમની કિંમત લિટર દીઠ રૂ. 30, રૂ. 25 અને રૂ. 23 થશે. મુંબઈમાં તાઝા બ્રાન્ડની કિંમતમાં લિટર દીઠ માત્ર રૂ. 1 નો વધારો થશે કારણ કે ત્યાં ગોલ્ડની કિંમત પહેલેથી રૂ. પ્રતિ લિટર છે.

કોલકાતામાં ગોલ્ડની કિંમતમાં લિટર દીઠ રૂ. 2 અને તાઝાની કિંમતમાં લિટર દીઠ રૂ. 2 નો વધારો થશે. ત્યાં આ ભાવવધારો 3 જાન્યુઆરીથી અમલી બનશે.

જીસીએમએમએફે ચાલુ વર્ષમાં ત્રીજી વખત ભાવવધારો કર્યો છે. અગાઉ ફેડરેશને ફેબ્રુઆરી અને જુલાઈમાં ભાવવધારો કર્યો હતો.

સોઢીએ જણાવ્યું હતું કે , અમારે દૂધની કિંમત વધારવાની ફરજ પડી છે કારણ કે દૂધ ઉત્પાદકો ફુગાવાના ભારે દબાણ હેઠળ જીવી રહ્યા છે. પશુઆહાર , શ્રમ , ઈંધણ અને ગેસની કિંમત પણ વધી છે.

તેમણે જણાવ્યું હતું કે , ગુજરાતમાં અમે માત્ર અમદાવાદ અને સૌરાષ્ટ્રમાં જ ભાવવધારો કરી રહ્યા છીએ. ફેડરેશનના યુનિયનના અન્ય સભ્યો (વ્યક્તિગત ડેરીઓ) તેમના જિલ્લામાં ભાવવધારા અંગે નિર્ણય લેશે.

જીસીએમએમએફ નવી દિલ્હી , કોલકાતા અને મુંબઈમાં કુલ દૈનિક 27 થી 29 લાખ લિટર દૂધ સપ્લાય કરે છે.

3.32 ફેડરેશન 13 જિલ્લા સહકારીઓના નેટવર્ક સાથે 29 લાખ દૂધ ઉત્પાદકો ધરાવે છે. ફેડરેશન દૈનિક 91 લાખ લિટર દૂધની ખરીદી કરે છે અને રૂ. 8,000 કરોડનું ટર્નઓવર ધરાવે છે. 2009-'10 માં ફેડરેશનનું કુલ દૂધ કલેક્શન અબજનું છે.

No comments:

Post a Comment