શેર દલાલો કેટલાક એવા ફંડામેન્ટલી મજબૂત મિડ-કેપ શેરોની ભલામણ કરી રહ્યા છે જેઓ તેમના ભાવમાં ગરબડ થયાના આક્ષેપો પછી તૂટી ગયા હતા અને તેનાથી બજારના સેન્ટિમેન્ટ પર અસર થઇ હતી. અર્થતંત્ર માટે આ વર્ષે 8.5 ટકા વૃદ્ધિનો અંદાજ મૂકવામાં આવ્યો છે અને વૃદ્ધિમાં વેગ આવ્યો હોવાથી અનેક શેર દલાલો મિડ-કેપ કંપનીઓ અને વ્યાપક રીતે ઉદ્યોગની તકો માટે આશાવાદી છે. વેટુવેલ્થ બ્રોકર્સના પીએમએસ હેડ , આલોક રંજને જણાવ્યું હતું કે , આ વર્ષ મિડ-કેપનું રહેવાનું છે. રોકાણકારો વધતા દરેક શેરને જોવાના બદલે તેમના પોર્ટફોલિયોમાં યોગ્ય શેરોને પસંદ કરે તો તેમના માટે સારું રહેશે. આ બ્રોકિંગ કંપની ઇન્ફર્મેશન ટેકનોલોજી , સિમેન્ટ , સ્થાનિક વપરાશ અને ઓટોમોબાઇલ જેવા ક્ષેત્રો માટે તેજીનું વલણ ધરાવે છે. જોકે , રંજન નાના રોકાણકારો માટે સાવચેતીનો સૂર કાઢતા જણાવે છે કે તેમણે મિડ-કેપ શેરોમાં રોકાણ કરવામાં સાવચેતી રાખવાની જરૂર છે , કેમકે કેટલાક કાઉન્ટર્સમાં કોઇ વાજબી કારણ વિના જ પુષ્કળ પ્રવૃત્તિ થતી હોય છે. તેમણે એવા સલામત શેરોમાં જ રોકાણ કરવું જોઇએ કે જેમાં કંપની તેની કામગીરી અને ડિવિડન્ડ ચુકવણીનો મજબૂત ટ્રેક રેકોર્ડ ધરાવતી હોય અને તેના મેનેજમેન્ટની પ્રતિષ્ઠા સારી હોય. અત્યારે ઘણા મિડ-કેપ શેરો તેમના ટોચના મૂલ્યોથી ઘણા નીચા ભાવે મળે છે. કેટલાક કિસ્સામાં તો શેરનો ભાવ ઘણો નીચો હોય છે. બીએસઇ મિડકેપ ઇન્ડેક્સે નવેમ્બરમાં તેની 52- સપ્તાહની ઊંચી સપાટી બનાવી હતી , તે પછી અત્યારે તે 10 ટકા નીચા સ્તરે છે. આ ઇન્ડેક્સના 283 શેરોમાંથી 118 જેટલા શેરો કડાકા અગાઉની તેમની કિંમતોથી અત્યારે 10 ટકાથી 84 ટકા નીચે ચાલી રહ્યા છે. જેમના પર ભાવમાં ચાલાકી થયાના આક્ષેપો છે તેવી કંપનીઓના શેરો સિવાય યાદીમાં અન્ય કેટલીક મજબૂત કંપનીઓના શેરો પણ સામેલ છે , જેઓ સેબીની કડક કાર્યવાહીના કારણે આવેલા કડાકામાં ગબડ્યા છે. ઇન્ડિયાબુલ્સ સિક્યોરિટીઝના સીઇઓ દિવ્યેશ શાહે જણાવ્યું હતું કે , આ વર્ષમાં મિડ-કેપ્સની માગ રહેશે. લાર્જ-કેપના ઘટી રહેલા દેખાવ વચ્ચે અમે આ શેરોમાં પ્રવૃત્તિ વધતી જોઇ શકીએ છીએ. જોકે , તેમણે કહ્યું હતું કે જેમના મૂલ્યો વાજબી હશે અને નફાવૃદ્ધિની શક્યતા અને સારું મેનેજમેન્ટ હશે તેવી કંપનીઓ પર બધાનું ધ્યાન પડશે. કેટલીક નાની આઇટી કંપનીઓ , શિક્ષણ અને રીયલ્ટી કંપનીઓ ચાલુ વર્ષે સંભવિત વિજેતા હોઇ શકે છે. 2010 માં બીએસઇ મિડ - કેપ ઇન્ડેક્સ સેન્સેક્સની 16.8 ટકા વૃદ્ધિ સામે 14.5 ટકા વૃદ્ધિ નોંધાવીને થોડો નબળો રહ્યો હતો . જોકે , અગાઉના વર્ષોમાં આ ઇન્ડેક્સે ચડિયાતું વળતર આપ્યું હતું . ફોર્ચ્યુન ફાઇનાન્શિયલ સર્વિસીસના જોઇન્ટ મેનેજિંગ ડિરેક્ટર અને ગ્રુપ સીઇઓ દિવેશ કુમારના જણાવ્યા અનુસાર , તાજેતરમાં કિંમતોમાં ગેરરીતિના આક્ષેપો પછી રોકાણકારો તેમાં રોકાણ કરવાથી દૂર રહેવા લાગ્યા છે , તેથી મિડ - કેપ બાઉન્સ થતા થોડોક સમય લાગશે . બજાર મે પછી તાકાત બતાવશે અને ત્યારે મિડ - કેપ શેરોમાં સારો સુધારો જોવા મળશે. |
No comments:
Post a Comment