Wednesday, January 5, 2011

BSE સેન્સેક્સમાં 198 પોઈન્ટનું ગાબડું

રેટ સેન્સિટિવ શેરોમાં વેચવાલીથી મુંબઈ શેરબજાર આજે રેડ ઝોનમાં બંધ રહ્યું હતું. દિવસ દરમિયાન BSE સેન્સેક્સ ઉપરમાં

20,509.95 અને નીચામાં 20,243.95 પોઈન્ટની રેન્જમાં ટ્રેડ થયા બાદ 197.62 પોઈન્ટ ઘટીને 20301.10 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.


વૈશ્વિક બજારોમાં નરમાઈ અને આરબીઆઈની બેઠક અગાઉ રેટ સેન્સિટિવ શેરોમાં રોકાણકારોએ વેચવાલી કરતાં સેન્સેક્સ ગગડ્યો હતો.

નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 6,141.35 અને 6,062.35 પોઈન્ટ વચ્ચે અથડાયા બાદ 66.55 પોઈન્ટ ઘટીને 6079.80 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 1.27 ટકા અને 1.02 ટકા ઘટીને બંધ રહ્યા હતા.

આજે અન્ય સેક્ટોરલ ઈન્ડાઈસિસમાં BSE બેન્કેક્સ 2.19 ટકા , BSE રિયલ્ટી ઈન્ડેક્સ 2.03 ટકા અને BSE ઓટો ઈન્ડેક્સ 1.95 ટકા ઘટ્યા હતા.

No comments:

Post a Comment