છેલ્લા બે માસમાં ઓછામાં ઓછી અડધો ડઝન કંપનીઓએ શેરોના વેચાણ અથવા કન્વર્ટિબલ્સ મારફત ભંડોળ એકત્ર કરવાની તેમની યોજનાને પડતી મૂકી છે. એક્વા લોજિસ્ટિક્સ સહિતની ત્રણ કંપનીઓએ વિદેશમાં શેર વેચાણની ઓફર્સ માંડી વાળી છે , જ્યારે અન્ય કંપનીઓએ રાઇટ્સ શેર વેચાણની યોજનાને મુલતવી રાખી છે એમ તેમણે રજૂ કરેલી માહિતી પરથી જણાય છે. બે કંપનીઓએ રોકાણકારોને પ્રેફરન્શિયલ ધોરણે શેરો વેચવાની યોજના પડતી મૂકી છે. ફોર્ચ્યુન ફાઇનાન્શિયલ સર્વિસિસ ગ્રૂપના સીઇઓ , દેવેશ કુમારે જણાવ્યું હતું કે , ઘટતા જતા બજારમાં ખાસ કરીને લિક્વિડિટીની ચિંતા હોય છે , તેથી રોકાણકારો નાના કદની કંપનીઓમાં રસ ગુમાવતા હોય છે.
No comments:
Post a Comment