દેશની બીજા ક્રમની મોટી રિયલ્ટી કંપની યૂનિટેક અને તેની હરિફ કંપની DB રિયલ્ટીના મૂલ્યમાં છેલ્લા ત્રણ મહિનામાં 40 ટકાનો તોતિંગ ઘટાડો જોવાયો છે. ટેલિકોમ લાયસન્સ ફાળવવા અંગેના કાંડમાં આ બન્ને કંપનીઓની તપાસ થઈ રહી છે.
10 ડિસેમ્બરથી અત્યાર સુધીમાં 29 શેરો ધરાવતો રિયલ્ટી ઈન્ડેક્સ 24 ટકા ગગડ્યો છે અને આ સમયગાળા દરમિયાન સેન્સેક્સ માત્ર 10 ટકા જ ઘટ્યો છે. ફેબ્રુઆરી , 2010 માં DB રિયલ્ટીએ પબ્લિક ઈશ્યૂ દ્વારા 1500 કરોડ રૂપિયાનું ભંડોળ એકત્ર કર્યું હતું.
કંપનીએ તેની ભાવિ યોજનાઓ માટે તેમજ દેવાની ચૂકવણી કરવા માટે આ પબ્લિક ઈશ્યૂ યોજ્યો હતો.
પબ્લિક ઈશ્યુના સમયે કંપનીને તેના મુખ્ય બિઝનેસ (રહેણાંકના મકાનોનું નિર્માણ)માંથી કોઈ પણ પ્રકારની આવક થઈ ન હતી અને કંપનીની આવકનો મોટો હિસ્સો ટ્રાન્સફર ડેવલપમેન્ટ રાઈટ્સના વેચાણ દ્વારા આવતો હતો.
છેલ્લા બે ક્વાર્ટરમાં ટ્રાન્સફર ડેવલપમેન્ટ રાઈટ્સના વેચાણ દ્વારા કંપનીની આવકનો વૃદ્ધિ દર 50 ટકા વધ્યો છે પરંતુ , તેના નિર્માણ યોજનામાંથી કંપનીને ખાસ સફળતા મળી નથી.
માર્ચ , 2010 માં DB રિયલ્ટી પર કુલ 594 કરોડ રૂપિયાનું દેવું હતું જે 31 ડિસેમ્બર , 2010 સુધીમાં ઘટીને 387 કરોડ રૂપિયા થઈ ગયું હતું. આ સાથે કંપનીના ડેટ ટુ ઈક્વિટી રેશિયો ઘટીને 0.12 ટકા થઈ ગયો હતો.
જોકે , DB રિયલ્ટીએ 31 માર્ચ , 2010 ના રોજ 1500 કરડ રૂપિયાની કન્ટીજન્સી લાયેબિલિટી અંગે જાણકારી આપી હતી અને તેનાથી કંપનીનો નફો ઘટી શકે છે.
પોતાની યોજનાઓ પરસારી રીતે કામ કરવાને કારણે યૂનિટેકની સ્થિતિ સારી જણાઈ રહી છે.આ ઉપરાંત નજીકના ભવિષ્યમાં કંપનીની અન્ય કેટલીક યોજનાઓ પણ પૂરી થવામાં છે. માર્ચ , 2010 માં પૂરા થયેલા વર્ષ દરમિયાન યૂનિટેકે ક્યુઆઈપી દ્વારા 4,400 કરોડ રૂપિયાનું ભંડોળ એકત્ર કર્યું હતું.
આમ છતાં કંપનીનો દેવા-ઈક્વિટી રેશિયો 0.40 ટકા જેટવો વધારે છે. જોકે , ડિસેમ્બર ,2010 ના ક્વાર્ટરમાં કંપનીએ 551 કરોડનું દેવું ઘટાડ્યું હતું અને હવે કંપનીનું દેવું 4,617 કરોડ રૂપિયા છે.
મકાનો વધતી માંગને કારણે રિયલ્ટી કંપનીઓના નેટ ઓપરેટિંગ કેશ ફ્લો સુધર્યો છે. જોકે , યુનિટેક હજુ પણ નેગેટિવ કેશ ફ્લોનો સામનો કરી રહી છે.
માંગમાં રિકવરીને કારણે છેલ્લા બે ક્વાર્ટરમાં બન્ને કંપનીઓનું વેચાણ વધ્યું છે પણ મોટું દેવું હજી પણ બન્ને માટે સમસ્યાનું કારણ છે. આ ઉપરાંત વ્યાજદરમાં વધારાને કારણે બન્ને કંપનીઓની હાલત વધુ ખરાબ થશે.
No comments:
Post a Comment