દેશની સૌથી મોટી સ્ટીલ ઉત્પાદક સરકારી માલિકીની કંપની સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ રૂ. 7,000 કરોડની ફોલો ઓન પબ્લિક ઓફર માટે પ્રક્રિયા શરૂ કરી છે. કંપની માર્ચના અંત અથવા એપ્રિલની શરૂઆતમાં માર્કેટમાં એફપીઓ લાવશે તેમ હિલચાલથી વાકેફ લોકોએ જણાવ્યું હતું.
સેઇલનો ઇશ્યૂ ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં પ્રવેશવાનો હતો , પરંતુ પબ્લિક ઓફરમાં સલાહકાર ચાર ઇન્વેસ્ટમેન્ટ બેન્કર્સના હિતની ટક્કર વિશે વાંધો ઉઠાવતા ઇશ્યૂમાં વિલંબ થયો હતો.
આ બેન્કર્સે સ્પર્ધક કંપની ટાટા સ્ટીલના ઇશ્યૂનો પણ મેન્ડેટ સ્વીકાર્યો હતો જેની સમાન ફોલો ઓન પબ્લિક ઓફર જાન્યુઆરી 2010 માં આવી હતી. સેઇલે આ બેન્કર્સને નોટિસ આપતાં આરોપ મૂક્યો હતો કે સ્ટીલ સેક્ટરની કંપની ટાટા સ્ટીલને પણ બેન્કર્સ દ્વારા સલાહ આપવામાં આવે તે હિતની ટક્કર સમાન છે.
સેઇલના ચેરમેન સી એસ વર્માએ ઇટીને જણાવ્યું હતું કે , બેન્કર્સ સાથેનો ઇશ્યૂ ઉકેલવામાં આવ્યો છે અને અમે માર્કેટની સ્થિતિના આધારે માર્ચના અંત સુધીમાં બજારમાં પ્રવેશ કરીશું.
No comments:
Post a Comment