Saturday, February 19, 2011

પ્રોફિટ બુકિંગથી BSE સેન્સેક્સ -295 તૂટ્યો

સતત પાંચ સેશનના સુધારા બાદ આજે મુંબઈ શેરબજાર ઘટીને બંધ રહ્યું હતું. દિવસ દરમિયાન BSE

સેન્સેક્સ ઉપરમાં
18690.97 અને નીચામાં 18159.82 પોઈન્ટની રેન્જમાં ટ્રેડ થયા બાદ 295.30 પોઈન્ટ ઘટીને 18211.52 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 5599.25 અને 5441.95 પોઈન્ટની રેન્જમાં ટ્રેડ થયા બાદ 87.50 પોઈન્ટ ઘટીને 5458.95 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 1.96 ટકા અને 2.32 ટકા ઘટીને બંધ રહ્યા હતા.

આજે અન્ય સેક્ટોરલ ઈન્ડાઈસિસમાં BSE રિયલ્ટી ઈન્ડેક્સ 4.03 ટકા , BSE ઓટો ઈન્ડેક્સ 2.42 ટકા , BSE ઓઈલ-ગેસ ઈન્ડેક્સ 1.88 ટકા ગગડ્યા હતા.

આજે નિફ્ટીમાં ઘટેલા મુખ્ય શેરોમાં રિલાયન્સ કેપિટેલ(- 6.83%), RComm(-6.65%), સુઝલોન એનર્જી(- 5.75%), રિલાયન્સ પાવર (- 5.30%) અને જયપ્રકાશ એસોસિએટ્સ(- 5.21%) નો સમાવેશ થાય છે.

આજે વધેલા શેરોમાં હિન્દુસ્તાન યુનિલિવર ( 2.21%), જિંદાલ સ્ટીલ( 1.63%), BHEL (0.96%), સિપ્લા ( 0.69%) અને ડો. રેડીઝ લેબ ( 0.61%) નો સમાવેશ થાય છે

No comments:

Post a Comment