Saturday, February 19, 2011

વર્લ્ડકપનો શાનદાર પ્રારંભ

ઢાકા : અત્રેના બંગબંધુ સ્ટેડિયમમાં ગુરુવારે રોક સ્ટાર બ્રાયન એડમ્સની હાજરીમાં 10 માં ક્રિકેટ વર્લ્ડકપનો ભપકાદાર પ્રારંભ
થયો હતો. બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસિનાએ ખચાખચ ભરેલા સ્ટેડિયમમાં વર્લ્ડકપના ઉદ્ઘાટનની જાહેરાત કરી હતી.


એશિયામાં 1996 બાદ પહેલી વાર વર્લ્ડકપનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પ્રસંગે એ આર રહેમાન હાજર ન હતા પણ તેમના રંગ દે બસંતીના ટાઈટલ ગીત પર ભારતીય કલાકારોએ તેમના નૃત્ય દ્વારા દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધાં હતાં.

ભારતને તેના કાર્યક્રમ રજૂ કરવા માટે 20 મિનિટનો સમય મળ્યો હતો. ભારતીય કલાકારોએ સંયોજન સાથે ખુબ જ સુંદર નૃત્ય દ્વારા દર્શકોનું મન મોહી લીધું હતું.

ભારે આતશબાજી અને મહાનુભાવોની હાજરી વચ્ચે વર્લ્ડકપના ઉદ્ઘાટનનો ભપકાદાર સમારંભ યોજાયો હતો. 14 દેશો વચ્ચે રમાનારી આ ટૂર્નામેન્ટના ઉદ્ઘાટન સમારોહમાં બાંગ્લાદેશની લોકપ્રિય ગાયિકા રુના લૈલા , ભારતના શંકર , ઈશાન , લોએ દર્શકોને સંગીતના તાલે ડોલાવ્યા હતા.

No comments:

Post a Comment