Monday, February 21, 2011

બજેટ સુધી FIIs સાવચેતીભર્યું વલણ અપનાવશે

ચાલુ મહિનામાં શેર્સ તેમજ બોન્ડ્સમાં 277 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ કરનાર વિદેશી રોકાણકારો આગામી

તારીખ
28 ફેબ્રુઆરીના રોજ રજૂ થનારા કેન્દ્રીય બજેટ સુધી સાવચેતીભર્યું વલણ અપનાવે તેવી શક્યતા છે.

વિદેશી રોકાણકારો બજેટમાં સરકાર નાણા ખાધ , જાહેર દેવું અને માળખાગત ક્ષેત્ર માટે કેવું વલણ અપનાવે છે તેના પર આધાર રાખીને થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહ્યા છે , તેમ CNI રિસર્ચના CMD કિશોર પી ઓસવાલે જણાવ્યું હતું.

ફેબ્રુઆરીના અત્યાર સુધીના કુલ 13 ટ્રેડિંગ સેશનમાં વિદેશી સંસ્થાગત રોકાણકારોએ ભારતીય શેર તેમજ બોન્ડમાં 277 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.

આ સમયગાળા દરમિયાન ડોલરમાં FII 60.98 મિલિયન ડોલરનું મૂડીરોકાણ કર્યું છે , તેમ સિક્યુરિટીઝ એન્ડ એક્સચેંજ બોર્ડ ઓફ ઈન્ડિયા દ્વારા જારી કરવામાં આવેલા આંકડામાં જણાવાયું હતું.

No comments:

Post a Comment