Monday, February 7, 2011

નવા રોકાણકારો માટેની સોનેરી સલાહો

શેરબજારમાં નવા રોકાણકાર છો? બજારમાં રોકાણ શરૂ કરતાં અગાઉ કઈ બાબતોનો ખ્યાલ રાખવો તે અંગે ઇટીઆઇજી તમને કેટલીક મહત્ત્વની ટિપ્સ આપી રહ્યું છે. હંમેશા એવું જોવા મળે છે કે નવા રોકાણકારો નાણાંથી આકર્ષાઈને શેરબજારમાં રોકાણ શરૂ કરે છે. મોટા ભાગના કિસ્સામાં તેઓ કંપનીના શેરના ભાવમાં વધ-ઘટ પાછળના તર્કને અવગણતા હોય છે. શેરબજારમાં જેઓ પ્રવેશે છે તે તમામ લોકો ચોખ્ખા નફા સાથે જ તેમાંથી બહાર નીકળે છે તેવું નથી. આનાથી ઊલટું બજારમાં પ્રવેશવું સરળ છે અને રોકાણ કરવું અને સતત નફો રળવો તેટલું જ અઘરું છે.

શેરબજારમાં નવા પ્રવેશકો માટે નીચે શું કરવું અને શું ના કરવું જોઈએ તે માટેનાં કેટલાંક સૂચનો આપ્યાં છે. બજારમાં કોઈ યોગાનુયોગ નથી હોતો. જો તમારો હેતુ ટૂંકા ગાળામાં મોટી કમાણી કરવાનો હોય તો અન્ય કોઈ પરિબળો કરતાં નસીબદાર હોવું જરૂરી બની રહે છે. આ માટે તમારે નુકસાન કરવાની તૈયારી પણ રાખવી જરૂરી છે કેમ કે ટૂંકા ગાળામાં શેરના ભાવમાં મોટી વધ-ઘટ જોવા મળતી હોય છે. જેનું કોઈ દેખીતું કારણ પણ જોવામાં આવતું નથી હોતું. જો તમે કંપની વિશે કોઈ સ્પષ્ટ અભિપ્રાય ધરાવતા ના હોવ તો ઇક્વિટીમાં રોકાણ કરવાનું ટાળો. યોગ્ય યોજના તૈયાર કરીને જ શેરોમાં રોકાણની શરૂઆત કરો. નાણાં રોકો તે અગાઉ કંપનીની નાણાકીય કામગીરી અને તેના બિઝનેસનો અભ્યાસ કરો.

No comments:

Post a Comment