દેશના સૌથી મોટા રિટેલર ફ્યુચર ગ્રૂપ અને વિશ્વની સૌથી મોટી ઘરગથ્થુ પ્રોડક્ટ્સ ઉત્પાદક રેકિટ બેન્કિસર (આરબી) વચ્ચે નફાના માર્જિનના મુદ્દે ટક્કર શરૂ થઈ છે. ફ્યુચર ગ્રૂપે ગુરુવારથી આરબીની તમામ બ્રાન્ડ્સનો સંગ્રહ કરવાનું અટકાવ્યું છે.
રેકિટે કેટલીક બ્રાન્ડ પર રિટેલરનું માર્જિન 16 ટકાથી ઘટાડી 14 ટકા કરવાનો પ્રસ્તાવ મૂક્યા બાદ તેણે આ પગલું લીધું છે. તેના આ પગલાંને બીજા રિટેલરો પણ અનુસરશે તેમ માનવામાં આવે છે.
No comments:
Post a Comment