Monday, March 14, 2011

વિતરકોને કમિશન ચૂકવવામાં MFsને વધુ સ્વતંત્રતા

સેબીના વડા તરીકે યુ કે સિંહાએ પદભાર સંભાળ્યો તેના એક જ મહિનામાં સેબીએ એવું પગલું લીધું છે જેણે ફંડ ગૃહોમાં આશા જગાવી છે.

માર્કેટ નિયમનકારે બુધવારે એક પરિપત્રમાં મ્યુચ્યુઅલ ફંડ્સ દ્વારા એક્ઝિટ લોડને પુનઃવ્યાખ્યાયિત કર્યું છે. હવેથી વિતરકોને વળતર ચૂકવવાની બાબતમાં મ્યુચ્યુઅલ ફંડ્સને વધુ છૂટછાટ મળશે.

બ્રોકર્સના કમિશન પર ચુસ્ત નિયંત્રણ મુકાવાના કારણે મ્યુચ્યુઅલ ફંડ્સના ગ્રાહકો ઘટી જતાં ઉદ્યોગને અસર થઈ છે. સી બી ભાવેના કાર્યકાળ વખતે નિયમનકારે એન્ટ્રી લોડ (મ્યુ. ફંડ્સ દ્વારા વિતરકોને ચૂકવવા માટે રોકાણકારો પાસેથી ઉઘરાવાતી ફી) પર પ્રતિબંધ મૂક્યો હતો અને એક્ઝિટ લોડના ઉપયોગ પર નિયંત્રણ મૂક્યાં હતાં.

મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ અને વિતરકોના આકરા વિરોધ વચ્ચે આ નિયમો 1 ઓગસ્ટ 2009 થી અમલમાં મુકાયા હતા.

નવા પરિપત્રના કારણે મ્યુચ્યુઅલ ફંડ્સને લોડ બેલેન્સ તરીકે ઓળખાતા એકત્ર થયેલ એક્ઝિટ લોડના ભંડોળનો ઉપયોગ કરવામાં સરળતા મળશે. સામાન્ય રીતે રોકાણકારો એક વર્ષની અંદર તેમના યુનિટ્સ વટાવી નાખે ત્યારે એક્ઝિટ લોડ લાગુ થતો હોય છે. મ્યુચ્યુઅલ ફંડ્સ પર તેનાથી કોઈ નાટ્યાત્મક અસર નહીં થાય પરંતુ ફંડ અધિકારીઓને આશા છે કે વધુ ઉદાર કમિશન વ્યવસ્થાની શરૂઆત થઈ શકે છે.

જોકે તેમને લાગે છે કે એન્ટ્રી લોડ સિસ્ટમ તાત્કાલિક લાગુ થવાની શક્યતા નથી. એન્ટ્રી લોડની ઉદાર કમિશન વ્યવસ્થાના કારણે મ્યુચ્યુઅલ ફંડ્સને નાણાં એકત્ર કરવામાં મદદ મળી હતી. સેબીએ તેના તાજેતરના સર્ક્યુલરમાં જણાવ્યું હતું કે મ્યુચ્યુઅલ ફંડે લોડ બેલેન્સને બે એકાઉન્ટમાં વિભાજિત કરવું જોઈએ જેમાંથી એકમાં 31 જુલાઈ 2009 ના સુધીનું અને બીજામાં 1 ઓગસ્ટ 2009 સુધીનું બેલેન્સ રજૂ થવું જોઈએ.

તેમાં જણાવાયું હતું કે મ્યુચ્યુઅલ ફંડ્સ 31 જુલાઈ પછી એકત્ર થયેલા એક્ઝિટ લોડનો ઉપયોગ કરીને વિતરકોને ફી ચૂકવી શકે છે. નિયમનકારે જુલાઈ 2009 ના એક આદેશમાં એક્ઝિટ લોડની રકમના ઉપયોગ પર મર્યાદા મૂકી હતી.

એક મ્યુચ્યુઅલ ફંડના ચીફ એક્ઝિક્યુટિવે નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે , અમને માર્કેટિંગ ખર્ચ પછી જ લોડની રકમનો ઉપયોગ કરવાની છૂટ મળી હતી. પરંતુ હવે સેબીએ એજન્ટોને કમિશન ચૂકવવા માટે ફંડ હાઉસિસને છૂટછાટ આપી છે.

સેબીએ 31 જુલાઈ 2009 સુધીના લોડ બેલેન્સના એક હિસ્સાનો ઉપયોગ કરવાની મંજૂરી પણ આપી છે . નિયમનકારે જણાવ્યું હતું કે , મ્યુચ્યુઅલ ફંડ્સ વિતરકોને 31 જુલાઈ 2009 સુધીના લોડ બેલેન્સનો એક તૃતીયાંશ હિસ્સો ચૂકવી શકે છે.

Tuesday, March 8, 2011

બજારો ઊંચા સ્તરે અટકી રેન્જબાઉન્ડ રહેવાની શક્યતા

લિબિયામાં ચાલતી અશાંતિ અને તેના પગલે ઊછળી રહેલા ક્રૂડ ઓઇલના ભાવ શેરબજારોમાં મંદીની અસર લાવી રહ્યા છે. જો ક્રૂડ ઓઇલ બેરલ દીઠ 100 ડોલરની ઉપર જ રહેશે તો ભારત સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારવા જેવું પગલું લેવું પડે એ શક્ય છે અથવા તો વધતા જતા આયાત ખર્ચને જોયા કરવું પડે.

જોકે , ઘટાડાને લાગેવળગે છે ત્યાં સુધી બજાર અમુક હદથી વધુ નીચે જશે નહીં. લિબિયાની પરિસ્થિતિ વણસતી રહી છે જે બજારને મૂંઝવી રહી છે. જોકે , એ હકીકત છે કે અત્યારે ક્રૂડની કોઈ તંગી નથી.

મારા મતે , લિબિયાની અશાંતિ અને ક્રૂડમાં ઉછાળો છતાં બીજી તરફ આપણા માટે ખૂબ આકર્ષક સ્તરોએ બજારોમાં પ્રવેશવાની તક છે. જો લિબિયામાં પરિસ્થિતિ ઝડપથી ઉકેલાઈ જાય અને અન્ય ઓઇલ ઉત્પાદક દેશોમાં બીજી કોઈ સમસ્યા પેદા નહીં થાય તો ફંડામેન્ટલ્સ પ્રમાણે બધું ચાલશે.

વિશ્વમાં ક્રૂડનો અનામત ભંડાર વિપુલ પ્રમાણમાં છે , પરંતુ અત્યારે પુરવઠો ઓઇલ ઉત્પાદક દેશોમાં રાજકીય સ્થિરતા પર નિર્ભર છે. લિબિયામાં રાજકીય અશાંતિ હળવી બને તો ક્રૂડનો ભાવ 10-15 ડોલર ઘટી શકે છે. એવું થાય તો બજારમાં લોકો પાછા ફરી શકે છે.

મારા મતે , રોકાણકારોએ આ બધી ચિંતાઓને અવગણી કાઢવી જોઈએ અને ભારતીય શેરબજારોમાં લાંબા ગાળા માટે રોકાણ કરવાનું શરૂ કરી દેવું જોઈએ , કારણ , ભારતનો વૃદ્ધિપથ મજબૂત છે.

સુધારાત્મક કેન્દ્રીય બજેટ 2011-12 કેન્દ્રીય બજેટ 2011-12 માં કોઈ મોટી જાહેરાતો નથી , પરંતુ તેમાં સબસિડીના બોજ , ચાલુ ખાતાની ખાધ અને રાજકોષીય ખાધને હલ કરવાનાં પૂરતાં પગલાં છે અને તેથી તે છેલ્લાં પાંચ વર્ષમાં સૌથી વધુ સુધારાવાદી બજેટ છે.

યુરિયાની નવી ખાતર નીતિની સક્રિય વિચારણા , કેશ સબસિડી સીધી બીપીએલ સમુદાયને આપવી , એફડીઆઇ પોલિસીમાં વધુ છૂટછાટ જેવા પગલાં હકારાત્મક છે , પરંતુ આ દરખાસ્તોનો કેટલો અમલ થાય છે તે જોવાનું રહે છે.

કૃષિ , ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને શિક્ષણ પર ચાલુ રાખવામાં આવેલો ભાર મધ્યમ ગાળામાં વધુ આર્થિક વૃદ્ધિની શક્યતા પેદા કરશે.

માર્કેટથી વધુ રિટર્ન અપાવવા સક્ષમ બેન્ક શેર્સ

શેરબજારની વચગાળાની તેજી ટૂંક જીવી નીવડી શકે છે એવી ધારણાએ સ્ટોક ટ્રેડર્સ નવો દાવ ખેલી રહ્યા છે. કારણ કે ક્રૂડના વધી રહેલા ભાવ જોતા શેરોના ભાવ વધશે કે તરત વેચવાલી આવશે.

ડેરિવેટિવ વિશ્લેષકો જણાવે છે કે સંસ્થાકીય રોકાણકારો ઊંચા સ્તરોએ કોલ રાઇટિંગ કરીને (વેચીને) તગડાં પ્રીમિયમ ખિસ્સાભેગું કરી રહ્યા છે જ્યારે બેન્ક નિફ્ટી પર લોંગ પોઝિશન લઈ રહ્યા છે , કારણ કે નજીકના ગાળામાં તે બજારમાં ચડિયાતો દેખાવ બતાવી શકે છે.

ઊંચો ફુગાવો , તરલતાની તંગ પરિસ્થિતિ અને વ્યાજ દરો વધવાની શક્યતાને પગલે છેલ્લા ત્રણ મહિનામાં બેન્ક શેરોના ભાવ નબળા પડ્યા હતા. પરંતુ બેન્કર્સના જણાવ્યા અનુસાર , એપ્રિલમાં ભંડોળની માંગ ઘટશે ત્યારે તરલતાની સ્થિતિમાં સુધારો થશે. આ ઉપરાંત બેન્કો લોનધારકો પર ઊંચો વ્યાજ દરો નાખી શકશે તેથી બેન્ક કાઉન્ટર્સ સુધરશે.

ટ્રેડરો આઇસીઆઇસીઆઇ બેન્ક , એસબીઆઇ , આઇડીબીઆઇ , બેન્ક ઓફ બરોડા અને ઓબીસી જેવા શેરોમાં લોંગ ફ્યુચર્સ પોઝિશન લઈ રહ્યા છે. બ્રોકરેજ કંપની , આઇએલએફએલ ઇન્ડિયાના એવીપી-ડેરિવેટિવ્ઝ , મનોજ મુરલીધરને જણાવ્યું હતું કે , બેન્ક નિફ્ટીમાં 10,600-10,650 ના સરેરાશ સ્તરે છેલ્લા બે દિવસમાં સારું લોંગ બિલ્ડ અપ જોવા મળ્યું છે. અમે ધારીએ છીએ કે બેન્ક નિફ્ટી ટૂંકા ગાળામાં ચડિયાતું પ્રદર્શન કરશે અને 11,500 ના સ્તર સુધી વધશે.

ગુરુવારે બેન્ક નિફ્ટી 0.27 ટકા વધીને 10,914.50 પર બંધ રહ્યો હતો. બેન્ક નિફ્ટી ફ્યુચર્સના ઓપન ઇન્ટરેસ્ટમાં લગભગ 70,000 શેરનો ઉમેરો થયો હતો , જ્યારે નિફ્ટી ફ્યુચર્સના ઓપન ઇન્ટરેસ્ટમાં લગભગ 4.5 લાખ શેર ઘટ્યા હતા. કેટલાક ટ્રેડર્સ નિફ્ટી કોલ ઓપ્શન વેચી રહ્યા છે અને પ્રીમિયમમાં મેળવેલા નાણાંનો ઉપયોગ બેન્ક નિફ્ટીમાં લોંગ કરવામાં કરી રહ્યા છે.

બજારમાં અન્ય ઘણા લોકો અલગ ટ્રેડિંગ વ્યૂહરચના અપનાવી રહ્યા છે. તેમાં ટ્રેડર્સ નિફ્ટી રેન્જ બાઉન્ડ રહેવાની ધારણાએ 5,700 ના કોલ ઓપ્શન્સ અને 5300 ના પુટ ઓપ્શન્સ વેચી રહ્યા છે. આ પદ્ધતિ ' શોર્ટ સ્ટ્રેન્ગલ ' તરીકે ઓળખાય છે.

શોર્ટ સ્ટ્રેન્ગલ વ્યૂહરચનામાં સમાન એક્સપાયરીમાં નીચી સ્ટ્રાઇકના પુટ ઓપ્શન અને ઊંચી સ્ટ્રાઇક પ્રાઇસના કોલ ઓપ્શન વેચવામાં આવે છે .

સોનાએ 21,000 અને ચાંદીએ 54,000ની સપાટી વટાવી

વિશ્વ સ્તરે સોનામાં આગ ઝરતી તેજી વચ્ચે સ્થાનિક બજારમાં સ્ટોકિસ્ટો અને રોકાણકારો દ્વારા ખરીદીના લીધે સોનાએ પ્રતિ દસ ગ્રામે

રૂ. 21,000 ની સપાટી વટાવી હતી.


સટ્ટાકીય માંગ અને મજબૂત ઔદ્યોગિક ટેકાના સથવારે ચાંદીએ પણ વધુ એક સીમાચિહ્ન સર કરતાં રૂ. 54,000 ની સપાટી વટાવી દીધી છે. સ્ટાન્ડર્ડ ગોલ્ડ ( 99.5 શુદ્ધતા)નો ભાવ પ્રતિ દસ ગ્રામે રૂ. 135 વધીને રૂ. 21,125 થયો છે , જે શનિવારે રૂ. 20,990 પર બંધ હતો.

શુદ્ધ સોનાનો ભાવ ( 99.9 શુદ્ધતા) પ્રતિ દસ ગ્રામે રૂ. 125 વધીને રૂ. 21,225 થયો હતો. હાજર ચાંદી (. 999 શુદ્ધતા)નો ભાવ પ્રતિ કિલોએ રૂ. 1,370 વધીને રૂ. 54,970 થયો હતો , જે ગયા સપ્તાહના અંતે રૂ. 53,600 હતો.

પશ્ચિમ એશિયા અને ઉત્તર આફ્રિકામાં પ્રવર્તતી અશાંતિના લીધે પ્રવર્તતી ચિંતાના લીધે કીમતી ધાતુઓના ભાવ વધ્યા હતા. સોનાએ ઐતિહાસિક સપાટી બનાવી છે , જ્યારે ચાંદીનો ભાવ ત્રણ દાયકાની ઊંચી સપાટીએ પહોંચી ગયો છે.

લિબિયામાં ગૃહયુદ્ધ વધારે તીવ્ર બનતાં ઓઇલનો ભાવ વધીને 29 મહિનાની ઊંચી સપાટીએ પહોંચી ગયો છે અને સોનું વિક્રમજનક સપાટીએ પહોંચી ગયું છે. જ્યારે 15 અબજ ડોલરના સંભવિત ટેકઓવરના લીધે યુરોપિયન શેરો અને યુએસ ઇન્ડેક્સ ફ્યુચર્સ વધ્યા હતા. મૂડીઝ ઇન્વેસ્ટર સર્વિસે તેના ક્રેડિટ રેટિંગમાં ત્રણ સ્ટેપ્સનો ઘટાડો કરતાં તેની નાદારીનું જોખમ વધ્યું છે.

ન્યૂ યોર્કમાં સવારે 9: 05 વાગ્યે ઓઇલનો ભાવ 1.5 ટકા વધીને પ્રતિ બેરલ 106 ડોલર થયો હતો. જ્યારે સોનાનો ભાવ પ્રતિ ઔંસ 1,444.95 ડોલરની સપાટીએ પહોંચી ગયો છે. યુરોપ 600 ઇન્ડેક્સ 0.5 ટકા વધ્યો છે અને એસ એન્ડ પી 500 ઇન્ડેક્સ ફ્યુચર્સ 0.3 ટકા વધ્યો છે. એલવીએમએચ મોએટ હેનેસી લુઇસ વુઇટન એસએ દ્વારા ટેકઓવર બિડના પગલે બુલ્ગારી સ્પા 58 ટકા ઊછળ્યો હતો.

વિશ્વની ત્રીજા નંબરની ઝવેરાત કંપની એલવીએમએચે તેને 3.7 અબજ યુરો ( 5.2 અબજ ડોલર)માં ખરીદવા સંમત થતાં બુલ્ગારી સ્પાનો ભાવ ઊછળ્યો હતો. ગ્રીકની સરકારના વીમાનું ખર્ચ વધીને બે મહિનાની ઊંચી સપાટીએ પહોંચી ગયું હતું. જ્યારે દેશના દસ વર્ષના બોન્ડની ઊપજ સાત બેસિસ પોઇન્ટથી 12.32 ટકા વધી હતી. યુરો ડોલર સામે 0.2 ટકા મજબૂત બન્યો હતો.

ઇન્ટરનેશનલ એનર્જી એજન્સીના જણાવ્યા મુજબ લિબિયાના બળવાખોરો અને મુઆમ્માર ગદ્દાફીના વફાદાર દળો વચ્ચે ચાલતી લડાઈના લીધે તેના ક્રૂડ ઓઇલના ઉત્પાદનમાં પ્રતિ દિન દસ લાખ બેરલનો ઘટાડો થયો છે.

1.5 બે કાર્યકર અને માનવ અધિકાર નિરીક્ષકના જણાવ્યા મુજબ વેબસાઇટોએ આક્રોશનો દિવસ કહ્યા પછી સાઉદી અરેબિયાએ શિયા વિદ્વાનને છોડ્યા છે. કોમર્ઝપબેન્કે સોમવારે જણાવ્યું હતું કે બીજા ક્વાર્ટરમાં વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમિડિયેટ ઓઇલ પ્રતિ બેરલ 107 ડોલર થઈ જશે. લંડનના આઇસીઇ ફ્યુચર્સ યુરોપ એક્સ્ચેન્જમાં બ્રેન્ટ ક્રૂડ ટકા વધીને 107 ડોલર થયું છે.

રિયલ્ટી ક્ષેત્રે FDI નીતિ વધારે કડક બનશે

વિદેશી સીધા રોકાણ ( FDI) ની નીતિમાં સરકાર કન્સલ્ટન્ટ , સલાહકારો , વેલ્યુઅર્સ તથા બ્રોકર્સને આવરી લેવા માટે રિયલ એસ્ટેટ ક્ષેત્રની વ્યાખ્યાને વિસ્તૃત કરવાનું આયોજન કરે છે. તજ્જ્ઞો કહે છે કે તેથી કદાચ આ ખાસ સેવાઓમાં વિદેશી ખેલાડીઓના પ્રવેશને મર્યાદિત કરી શકે.

ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રિયલ પોલિસી એન્ડ પ્રમોશન અથવા ડીઆઇપીપીએ દરખાસ્ત પર વિવિધ મંત્રાલયોની ટિપ્પણી માટે એક નોંધ મુસદ્દાને તરતું મૂક્યું છે.

આ ચર્ચાથી માહિતગાર એવા એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે , આની પાછળનો ઉદ્દેશ (રિયલ એસ્ટેટની) વ્યાખ્યામાં કઈ તમામ સેવાઓને ઉમેરવામાં આવે છે તે રાજ્યોને સ્પષ્ટપણે જણાવવાનો છે.

એફડીઆઇની નીતિને અર્ધવાર્ષિક સ્તરે અદ્યતન બનાવવાની પ્રક્રિયામાં વધારે વિસ્તૃત વ્યાખ્યાને ઉમેરવામાં આવી શકે જે આ મહિનાના અંત સુધીમાં પ્રસિદ્ધ થાય તેવી શક્યતા છે. હાલની એફડીઆઇ નીતિમાં અનેક મુદ્દે સ્પષ્ટતાનો અભાવ છે , જેમાં રિયલ એસ્ટેટનો ઘટક શો તેનો પણ સમાવેશ થાય છે.

મુંબઈ શેરબજારમાં કારોબારની પોઝિટિવ શરૂઆત

મુંબઈ શેરબજાર આજે ઉપરમાં ખૂલ્યું હતું .

style=""> ટ્રેડિંગની
થોડી મિનિટોમાં BSE સેન્સેક્સ 108.20 પોઈન્ટ વધીને 18,330.87 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો .

નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 25.65 પોઈન્ટ વધીને 5,488.80 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો .

BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.68 ટકા અને 0.33 ટકા વધીને ટ્રેડ થઈ રહ્યા હતા .

આજે સવારે કેપિટલ ગૂડ્ઝ , રિયલ્ટી તેમજ ફાર્મા શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી . આજે સવારથી તમામ સેક્ટોરલ ઈન્ડાઈસિસ પોઝિટિવ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા .

સોમવારે BSE સેન્સેક્સ ઉપરમાં 18,361.65 અને નીચામાં 18,058.71 પોઈન્ટની રેન્જમાં અથડાયા બાદ 263.78 પોઈન્ટ ઘટીને 18,222.67 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો .

નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 5,491.25 અને 5,408.45 પોઈન્ટની વચ્ચે ટ્રેડ થયા બાદ 75.60 પોઈન્ટ ઘટીને 5,463.15 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો .