લિબિયામાં ચાલતી અશાંતિ અને તેના પગલે ઊછળી રહેલા ક્રૂડ ઓઇલના ભાવ શેરબજારોમાં મંદીની અસર લાવી રહ્યા છે. જો ક્રૂડ ઓઇલ બેરલ દીઠ 100 ડોલરની ઉપર જ રહેશે તો ભારત સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારવા જેવું પગલું લેવું પડે એ શક્ય છે અથવા તો વધતા જતા આયાત ખર્ચને જોયા કરવું પડે.
જોકે , ઘટાડાને લાગેવળગે છે ત્યાં સુધી બજાર અમુક હદથી વધુ નીચે જશે નહીં. લિબિયાની પરિસ્થિતિ વણસતી રહી છે જે બજારને મૂંઝવી રહી છે. જોકે , એ હકીકત છે કે અત્યારે ક્રૂડની કોઈ તંગી નથી.
મારા મતે , લિબિયાની અશાંતિ અને ક્રૂડમાં ઉછાળો છતાં બીજી તરફ આપણા માટે ખૂબ આકર્ષક સ્તરોએ બજારોમાં પ્રવેશવાની તક છે. જો લિબિયામાં પરિસ્થિતિ ઝડપથી ઉકેલાઈ જાય અને અન્ય ઓઇલ ઉત્પાદક દેશોમાં બીજી કોઈ સમસ્યા પેદા નહીં થાય તો ફંડામેન્ટલ્સ પ્રમાણે બધું ચાલશે.
વિશ્વમાં ક્રૂડનો અનામત ભંડાર વિપુલ પ્રમાણમાં છે , પરંતુ અત્યારે પુરવઠો ઓઇલ ઉત્પાદક દેશોમાં રાજકીય સ્થિરતા પર નિર્ભર છે. લિબિયામાં રાજકીય અશાંતિ હળવી બને તો ક્રૂડનો ભાવ 10-15 ડોલર ઘટી શકે છે. એવું થાય તો બજારમાં લોકો પાછા ફરી શકે છે.
મારા મતે , રોકાણકારોએ આ બધી ચિંતાઓને અવગણી કાઢવી જોઈએ અને ભારતીય શેરબજારોમાં લાંબા ગાળા માટે રોકાણ કરવાનું શરૂ કરી દેવું જોઈએ , કારણ , ભારતનો વૃદ્ધિપથ મજબૂત છે.
સુધારાત્મક કેન્દ્રીય બજેટ 2011-12 કેન્દ્રીય બજેટ 2011-12 માં કોઈ મોટી જાહેરાતો નથી , પરંતુ તેમાં સબસિડીના બોજ , ચાલુ ખાતાની ખાધ અને રાજકોષીય ખાધને હલ કરવાનાં પૂરતાં પગલાં છે અને તેથી તે છેલ્લાં પાંચ વર્ષમાં સૌથી વધુ સુધારાવાદી બજેટ છે.
યુરિયાની નવી ખાતર નીતિની સક્રિય વિચારણા , કેશ સબસિડી સીધી બીપીએલ સમુદાયને આપવી , એફડીઆઇ પોલિસીમાં વધુ છૂટછાટ જેવા પગલાં હકારાત્મક છે , પરંતુ આ દરખાસ્તોનો કેટલો અમલ થાય છે તે જોવાનું રહે છે.
કૃષિ , ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને શિક્ષણ પર ચાલુ રાખવામાં આવેલો ભાર મધ્યમ ગાળામાં વધુ આર્થિક વૃદ્ધિની શક્યતા પેદા કરશે.
No comments:
Post a Comment