Wednesday, September 21, 2011

પ્રોડક્ટ્સ > બુલિયન > ચાંદી @ નેશનલ સ્પોટ એક્સચેન્જ

ભારતમાં ચાંદીની માગ સામે તેનું ઉત્પાદન અપૂરતું હોવાને કારણે ચાંદી માટે આયાત પર જ આધાર રાખવો પડે છે. ચાંદીની માગ નિરંતર વધતી રહી છે. ચાંદીનાં ઉત્પાદક રાષ્ટ્રોમાં 2.1 મિલિયન ઔંસના ઉત્પાદન સાથે ભારતનું સ્થાન 18મું છે. ભારત લગભગ 110 મિલિયન ઔંસ ચાંદીની આયાત કરે છે, જેના પરથી તેની ચાંદીની ઊંચી માગનો ખ્યાલ આવે છે.

પેરુ ચાંદીનું અગ્રણી ઉત્પાદક રાષ્ટ્ર છે. ત્યાર બાદ મેક્સિકો, ચીન, ચીલે, ઑસ્ટ્રેલિયા અને પોલૅન્ડનો ક્રમ આવે છે.


ટોચનાં 10 ચાંદી ઉત્પાદક રાષ્ટ્રો (2007)
(મિલિયન ઔંસમાં)

પેરુ

112.3

મેક્સિકો

99.2

ચીન

82.4

ચીલી

62.0

ઓસ્ટ્રેલિયા

60.4

પોલૅન્ડ

39.5

રશિયા

38.0

યુનાઈટેડ સ્ટેટ્સ

37.3

કેનેડા

25.8

કઝાખસ્તાન

22.7

સ્રોતઃ www.silverinstitute.org
ભારતીય પરિદૃશ્ય
  • જાપાન અને અમેરિકાની સરખામણીએ ભારતમાં ઔદ્યોગિક માગનો હિસ્સો ખૂબ જ ઓછો હોય છે.
  • ભારતમાં 3000થી 4000 ટન ચાંદીની માગ ગ્રામીણ ભારતમાંથી આવે છે, જ્યાં કૃષિ ઉત્પાદનનો આધાર જૂનથી સપ્ટેમ્બર મહિના દરમિયાનના વરસાદ પર રહે છે.
  • જાન્યુઆરીથી જુલાઈ 2008 દરમિયાન ચાંદીની આયાત માત્ર 54 ટન થઈ હતી, પરંતુ ચાંદીના ભાવમાં 15 ટકાનો ઘટાડો થયા પછી તેની માગમાં વધારો થવા માંડ્યો હતો.
  • ચાંદીની આયાત મુખ્યત્વે ચીન, યુકે, સીઆઈએસ, ઑસ્ટ્રેલિયા અને દુબઈથી થાય છે.
વપરાશ
  • ચાંદીના ત્રણ મુખ્ય ઉપયોગો છે, જેમાં ઔદ્યોગિક અને સજાવટને લગતો વપરાશ, ફોટોગ્રાફી તથા ઘરેણાં અને વાસણોનો સમાવેશ થાય છે.
  • વિશ્વમાં આ ત્રણ શ્રેણીમાં જ 95 ટકાથી વધુ ચાંદીનો ઉપયોગ થાય છે.
ભાવને અસરકર્તા પરિબળો
  • પુરવઠા અને માગની સ્થિતિ
  • હવામાન અને રાજકારણની ખાણકામ પર અસર થતી હોવાથી તેની ભાવ પર પણ અસર થાય છે.
  • ઔદ્યોગિક, ફોટોગ્રાફી અને આભૂષણોની માગ
  • ભારત અને ચીન જેવા દેશોની મોસમી માગ
  • બજારમાં સરકારી વેચાણનો ફાળો

No comments:

Post a Comment