Wednesday, September 21, 2011

રૂપિયાને તૂટતો અટકાવવા RBIએ ડોલર વેચ્યા


રૂપિયાને તૂટતો અટકાવવા RBIએ ડોલર વેચ્યા
રૂપિયાને તૂટતો અટકાવવા RBIએ ડોલર વેચ્યા
સ્થાનિક ચલણમાં તીવ્ર ઘટાડો અટકાવવા માટે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)એ પણ ઇન્ડોનેશિયા અને

સાઉથ કોરિયાની નીતિ અપનાવીને મોટા પ્રમાણમાં અમેરિકન ડોલરનું વેચાણ કર્યું છે. યુરોપની કથળતી સોવરિન કટોકટી વચ્ચે રોકાણકારો સુરક્ષા માટે ડોલર ખરીદી રહ્યા છે.


લિમેન બ્રધર્સના પતન બાદ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)એ પ્રથમ વાર અમેરિકન ડોલરનું વેચાણ કરીને રૂપિયાને વધુ તૂટતો અટકાવવા પ્રયાસ કર્યો છે. વૈશ્વિક નાણાકીય રોકાણકારોએ ફંડ ખેંચી લેતાં રૂપિયો બે વર્ષના તળિયે છે.

ચલણના ઘસારાના કારણે મેક્રોઇકોનોમિક સમસ્યાઓ વધશે. રૂપિયો ઘસાવાથી આયાતી માલનો ખર્ચ વધશે અને ચાલુ ખાતાની ખાધમાં વધારો થશે તથા ફુગાવા પર દબાણ વધશે. વૈશ્વિક મંદીના કારણે કોમોડિટીના ભાવ ઘટે તોપણ ભારતને ફાયદો નહીં થાય. નિકાસકારોને ફાયદો થશે કારણ કે તેમને સમાન પ્રોડક્ટ માટે વધુ નાણાં મળશે.

No comments:

Post a Comment