Wednesday, September 21, 2011

પ્રોડક્ટ્સ = નેશનલ સ્પોટ એક્સચેન્જ કોમોડિટીઝ

નેશનલ સ્પોટ એક્સચેન્જ કોમોડિટીઝની લે-વેચ માટે નિષ્પક્ષ અને આધુનિક મંચ પૂરો પાડે છે. એક્સચેન્જ પર કૃષિ કોમોડિટી, બુલિયન, ધાતુઓ અને કેટલાંક ઔદ્યોગિક ઉત્પાદનો (જે ભવિષ્યમાં ઉમેરાશે)નાં કામકાજ થાય છે. એક્સચેન્જ પર કોન્ટ્રેક્ટના સ્વરૂપે વેપાર થાય છે. તેનાં ધોરણો સ્ટાન્ડર્ડ હોય છે. કોન્ટ્રેક્ટનો ગાળો એક દિવસનો હોય છે તથા કોમોડિટી અને બજારની પ્રથાઓના આધારે તેનો પતાવટનો ક્રમ અલગ અલગ હોય છે. આ એક્સચેન્જ કૃષિ કોમોડિટીના બે પ્રકારના કોન્ટ્રેક્ટ ધરાવે છે (ખેડૂતનો કોન્ટ્રેક્ટ અને વેપારીનો કોન્ટ્રેક્ટ). ખેડૂતના કોન્ટ્રેક્ટમાં માર્કેટ સેસ ચૂકવાયેલી હોતી નથી અને તેની લોટ સાઇઝ પણ નાની રખાઇ છે, જેથી નાના ખેડૂતો પણ પોતાના પાકને વેચી શકે. વેપારીના કોન્ટ્રેક્ટમાં બજારની સેસ ચૂકવાયેલી હોય છે તથા સામાન્ય રીતે તેની લોટ સાઇઝ મોટી હોય છે. કોઇ એક કોમોડિટીમાં બજારના સ્થળ, પતાવટના ચક્ર અને લોટ સાઇઝના આધારે એક કરતાં વધારે કોન્ટ્રેક્ટ હોઇ શકે છે.

કોમોડિટી

ડિલિવરી કેન્દ્ર

સોપારી

શિમોગા, ચન્નાગિરિ (કર્ણાટક)

બાજરી

જયપુર (રાજસ્થાન)

જવ

જયપુર (રાજસ્થાન)

એરંડો

પાલનપુર, કડી, જગાણા, મહેસાણા, પાટણ, ચંડીસર (ગુજરાત)

દિવેલ

કંડલા (ગુજરાત)

ચણા કાંટાવાળા

ઇન્દોર (મધ્ય પ્રદેશ)

કપાસ ગાંસડી

મુંબઈ, યવતમાળ, નાગપુર, વાણી, અમરાવતી, આકોલા, ખામગાંવ, ધૂળે, જળગાંવ, ઔરંગાબાદ, પરભણી, નાંદેડ, પરળી (મહારાષ્ટ્ર), હિમ્મતનગર, રાજકોટ (ગુજરાત), આદિલાબાદ, નિઝામાબાદ (આંધ્ર પ્રદેશ)

દેશી ચણા

દિલ્હી, બિકાનેર, જયપુર, શ્રીગંગાનગર (રાજસ્થાન), ગંજ બાસોદા, વિદિશા (મધ્ય પ્રદેશ), ઉસ્માનાબાદ (મહારાષ્ટ્ર), ગડગ (કર્ણાટક)

સોનું

અમદાવાદ, રાજકોટ (ગુજરાત), મુંબઈ (મહારાષ્ટ્ર), કોલકાતા (પશ્ચિમ બંગાળ), હૈદરાબાદ, વિજયવાડા (આંધ્ર પ્રદેશ), ચેન્નઈ (તામિલનાડુ), જયપુર (રાજસ્થાન), દિલ્હી

ઈ-ગોલ્ડ

ડિમેટ ખાતું

મગફળી

જયપુર, બિકાનેર, જોધપુર (રાજસ્થાન), માળિયા હાટીના (ગુજરાત)

ગુવારસીડ

બિકાનેર, જયપુર (રાજસ્થાન)

ગુવારગમ

જોધપુર (રાજસ્થાન)

જીરું

જોધપુર (રાજસ્થાન)

પીળી તુવેર

મુંબઈ (મહારાષ્ટ્ર)

મકાઈ

મહેશખૂંટ (બિહાર), જળગાંવ (મહારાષ્ટ્ર), ઉમરકોટ (ઓરિસા), દાવણગિરિ (કર્ણાટક)

મગ

મુંબઈ (મહારાષ્ટ્ર)

સરસવ

જયપુર, જોધપુર (રાજસ્થાન)

ચાંદી

અમદાવાદ, રાજકોટ (ગુજરાત), મુંબઈ (મહારાષ્ટ્ર), કોલકાતા (પશ્ચિમ બંગાળ), હૈદરાબાદ (આંધ્ર પ્રદેશ), ચેન્નઈ (તામિલનાડુ), જયપુર (રાજસ્થાન)

અડદ

મુંબઈ (મહારાષ્ટ્ર)

ઘઉં

રાજકોટ (ગુજરાત), જયપુર, ચોમુ (રાજસ્થાન), દિલ્હી

પીળા વટાણા

મુંબઈ (મહારાષ્ટ્ર)

સોયાબીન

ગંજ બાસોદા, વિદિશા (મધ્ય પ્રદેશ), જળગાંવ, નંદુરબાર (મહારાષ્ટ્ર)

કપાસિયાં વોશ ઓઇલ

કડી (ગુજરાત)

આરબીડી પામોલીન

મુંદ્રા- અદાણી, કંડલા- ગોકુળ, કંડલા- ગુજઓઇલ

એક્સચેન્જનો મૂળ ઉદ્દેશ સંખ્યાબંધ ગ્રાહકો અને વિક્રેતાઓને એક જ મંચ પર લાવી શ્રેષ્ઠ હાજર ભાવ ઉપલબ્ધ કરાવવાનો તેમ જ એક્સચેન્જ પર જેના સોદા થાય તે કોમોડિટીઝની સમયસરની ડિલિવરી વેપારીને પ્રતિપક્ષના જોખમ વગર પાર પાડવાનો છે.

એક્સચેન્જના સંભવિત સહભાગીઓ / વેપાર કરનારાઓ ખેડૂતો, ખેડૂતોની સહકારી મંડળીઓ, કંપનીઓ, હોલસેલર, નિકાસકાર, આયાતકાર, પ્રોસેસર્સ, સહકારી સંસ્થાઓ, સરકાર વગેરે હોઇ શકે છે.

No comments:

Post a Comment