Monday, November 14, 2011

દેવાના સંકટમાંથી બહાર આવવા કિંગફિશર પ્રોપર્ટી વેચશે


મુંબઈ : કિંગફિશર એરલાઇન્સનું બોર્ડ મિલકતો વેચીને , પેરન્ટ કંપનીની લોનને ઇક્વિટીમાં તબદિલ કરીને અને એરક્રાફ્ટ લીઝની શરતો બદલીને તેનું દેવું ઘટાડવાની દરખાસ્ત પર સોમવારે વિચારણા કરશે. ગયા સપ્તાહમાં 200 ફ્લાઇટ્સ રદ કરનાર એરલાઇનના મેનેજમેન્ટને નાદારીનો ડર છે અને તેના કહેવા પ્રમાણે આ યોજનાથી તેનું દેવું રૂ. 6500 કરોડથી ઘટીને રૂ. 3,000 કરોડ થશે.

રોકડની તાતી જરૂરિયાત ધરાવતી એરલાઇન્સ રૂ. 400 થી 500 કરોડની વધારાની વર્કિંગ કેપિટલ લોન મેળવવા ફરીથી બેન્કોના દરવાજા ખખડાવ્યા છે અને તેની લોનનું પુનઃગઠન કર્યા વગર દેવું ઘટાડીને અડધું કરવા માટે બેન્કોને દરખાસ્ત કરી છે , એમ હિલચાલથી વાકેફ લોકોએ જણાવ્યું હતું.

રૂ. 2000 કરોડનું ભંડોળ ઊભું કરવા માટે રાઇટ્સ ઇશ્યૂની અગાઉની જાહેરાતના બદલે એરલાઇન ઇક્વિટીનું પ્રેફરન્શિયલ ઇશ્યૂ અન્ય કરવા માંગે છે. કંપનીએ રોકાણકારોને કરેલું પ્રેઝન્ટેશન જણાવે છે કે , એરલાઇન તેની માલિકીની ચોક્કસ એસેટનું લિક્વિડેશન શરૂ કરીને તેમજ લીઝિંગ કંપની સાથે કેશ રિઝર્વ અનલોક કરીને તેનું દેવું રૂ. 6,521 કરોડથી ઘટાડીને રૂ. 3000 કરોડ કરશે.

કિંગફિશર એરલાઇન્સના સીઇઓ સંજય અગ્રવાલે જોકે વધારાની વર્કિંગ કેપિટલ લોનની માંગ બાબતે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો પરંતુ તે વાત સાથે સંમત થયા હતા કે લીઝિંગ કંપની પાસે રહેલા રિઝર્વના કન્વર્ઝનમાંથી રૂ. 1,000 કરોડની રોકડ પેદા કરવા માટે અને મુંબઈમાં કિંગફિશર હાઉસ જેવી રિયલ એસ્ટેટ એસેટના વેચાણમાંથી રૂ. 800 થી 900 કરોડ મેળવવાની તેમજ તેનાં વિમાનોની ફાઇનાન્શિયલ લીઝને ઓપરેટિંગ લીઝમાં તબદીલી મારફતે રૂ. 600 થી 700 કરોડ મેળવવાની દરખાસ્ત કરવામાં આવી છે.

No comments:

Post a Comment