મુંબઇમાં છેલ્લા કેટલાક મહિનાથી રિયલ્ટીમાં નબળી કામગીરી જોવાઇ રહી છે તે વાતનો આખરે ડેવલપરોએ સ્વીકાર કર્યો છે. પ્રોપર્ટી રિસર્ચ કંપની લાયઝીસ ફોરાસના જણાવ્યા મુજબ , મુંબઇમાં વણવેચાયેલી ઇન્વેન્ટરી વધીને 11 કરોડ ચોરસ ફૂટ થઇ છે.
કેટલાક ડેવલપરોએ તેમના નવા પ્રોજેક્ટ નીચા ભાવે લોન્ચ કર્યા છે ત્યારે મોટા ભાગના ડેવલપરોએ ઘરની રચનામાં ફેરફાર , એફોર્ડેબલ હાઉસ પર વધુ ભાર મુકવા જેવા વિકલ્પો અપનાવ્યા છે. કેટલાક ડેવલપરોએ તેમના મુંબઇના પ્રોજેક્ટ થોડા સમય માટે મુલતવી રાખ્યા છે.
દાખલા તરીકે , આકૃતિ સિટીએ અંધેરીમાં હિક્રેસ્ટ નામનો પ્રિમીયમ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ લોન્ચ કર્યો. તેનો ભાવ તેણે આ વિસ્તારના વર્તમાન બજાર ભાવ ચોરસ ફૂટ દીઠ રૂ. 12,500 ના સ્થાને રૂ. 10,900 નો રાખ્યો છે.
સુનિલ મંત્રી રિયલ્ટી મુંબઇમાં લોન્ચ થઇ રહેલી તેની બે પ્રોપર્ટીમાં તેના એપાર્ટમેન્ટનું કદ ઘટાડી રહી છે. કંપનીના મેનેજિંગ ડિરેક્ટર સુનીલ મંત્રીએ જણાવ્યું હતું કે , અમારે અમારી વ્યૂહરચના બદલવી પડી છે.
સોદાનું કદ મોટા હોય છે તેવા મુંબઇ અને દિલ્હી જેવા મોટા મેટ્રોમાં કિંમત સંવેદનશીલતા વધુ હોય છે. મંત્રીએ જણાવ્યું હતું કે , વર્તમાન સ્થિતિમાં ગ્રાહકને આકર્ષવા માટે પ્રોડક્ટનું કદ અતિમહત્ત્વનું પરિબળ છે.
આની સામે એમજી ગ્રૂપે તેના મુંબઇ આયોજનને બે વર્ષ સુધી મુલતવી રાખ્યું છે તેમ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર મુધિત ગુપ્તાએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે , અમને નથી લાગતું કે અત્યારે મુંબઇ તેજસ્વી બજાર હોય.તેના સ્થાને તે ઉંચા વેચાણની ક્ષમતા હોય તેવા શહેરો અને રાજ્યો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છે.
કંપનીએ છેલ્લા ત્રણ મહિનામાં ગોવામાં તેના લક્ઝરી પ્રોજેક્ટ અનંતમમાં રૂ. 2 થી 6 કરોડની રેન્જમાં 25 એપાર્ટમેન્ટ વેચ્યા છે. તેઓ ઉમેરે છે કે , આજે રોકાણકારો માટે ગોવા મુંબઇ કરતા વધુ સલામત છે.
No comments:
Post a Comment