અમદાવાદમાં ગ્રાહક જ્યારે મોંઘા ભાવના દાગીના ખરીદે છે ત્યારે જ્વેલર્સ તેને એક દિવસ માટે ડ્રાઇવર સાથે પોર્શ કાર આપે છે. આ ચેષ્ટા જ્વેલર્સની શુભેચ્છા કરતાં પણ કંઈક વધુ છે.
પોર્શ સમૃદ્ધ ક્લાયન્ટ્સનો તૈયાર ડેટા બેઝ મેળવે છે જેમાંથી મોટા ભાગના ક્લાયન્ટ્સ ગ્રામીણ વિસ્તારમાં રહે છે. ગુજરાતમાં પોર્શની 20 ટકા કાર ગ્રામીણ વિસ્તારોમાં વેચાય છે.
આકર્ષક જમીન સોદાએ ગ્રામીણ ગુજરાતમાં એક નવો ગ્રાહકવર્ગ ઊભો કર્યો છે અને હાઈ-એન્ડ કાર અને કન્ઝ્યુમર ગૂડ્ઝ કંપનીઓને પરંપરાગત માર્કેટિંગ ટેક્નિકો છોડીને દેશી પદ્ધતિઓ અપનાવવાની ફરજ પાડી છે. લક્ઝરી પ્રોડક્ટ્સ ખરીદવા ઇચ્છતા ગ્રાહકોને મેળવવા માટે પરંપરાગત શોરૂમમાં રીતભાતમાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યો છે.
No comments:
Post a Comment