ઊંચા વ્યાજદર અને રૂપિયાના મૂલ્યમાં થયેલો નોંધપાત્ર ઘટાડો સ્થાનિક ઉદ્યોગ માટે ભલે બોજ સમાન હોય , પરંતુ એક વર્ગ એવો છે જે આ સ્થિતિનો લાભ ઉઠાવી રહ્યો છે.
રૂપિયાના મૂલ્યમાં થયેલા ઘટાડાનો લાભ લેવા માટે વિદેશમાં કામ કરતા ભારતીયો વિક્રમજનક પ્રમાણમાં ડોલર ભારત મોકલી રહ્યા છે , જેથી ડોલરના ઊંચા મૂલ્યનો લાભ મેળવી શકાય અને ભારતીય બેન્કો દ્વારા ઓફર કરવામાં આવતું ઊંચું વળતર મેળવી શકાય. આ બાબત વધતી જતી રાજકોષીય ખાધ સામે સંઘર્ષ કરી રહેલી સરકાર માટે મોટી રાહત બની આવી છે.
એકલા સપ્ટેમ્બર મહિનામાં જ કથિત એનઆરઓ ખાતામાં 56.5 કરોડ ડોલર આવ્યા છે , જે છેલ્લા 30 માસમાં સૌથી વધુ છે. ઓગસ્ટમાં પણ આ મૂડીપ્રવાહ અત્યંત ઝડપી લગભગ અડધા અબજ ડોલર જેટલો હતો.
નોન-રેસિડન્ટ (ઓર્ડિનરી) ખાતામાં ડોલરનો મૂડીપ્રવાહ મહત્ત્વનો છે , કારણ કે તે રૂપિયામાં જમા થાય છે. આનો અર્થ એમ થાય કે દેશમાં વિદેશી ચલણ જમા થાય છે અને ઉપાડ ફક્ત રૂપિયામાં થાય છે. દર વર્ષે વિદેશમાં વસતા ભારતીયો દ્વારા એક ટ્રિલિયન ડોલર સુધીની રકમ સ્વદેશ મોકલવામાં આવે છે.
No comments:
Post a Comment