Saturday, December 10, 2011

શાપુરજી પલોનજી ગ્રૂપના શેરો પણ ઊછળ્યા

શાપુરજી પલોનજી ગ્રૂપના એમડી સાયરસ મિસ્ત્રીના નામની ટાટા ગ્રૂપના વડા તરીકે પસંદગી થયા પછી શાપુરજી ગ્રૂપની ફોર્બ્સ એન્ડ કંપની
અને ગોકાક ટેક્સટાઇલ્સના શેરો ઊછળ્યા હતા.

બજાર સવારે શરૂ થયું ત્યારે ફોર્બ્સ એન્ડ કંપનીનો શેર 8.9 ટકા ઊછળીને રૂ. 435 ની ટોચે ગયો હતો. અંતે તે 6.4 ટકા વધીને રૂ. 425 પર હતો. ગોકાક ટેક્સટાઇલ્સમાં 15.7 ટકાનો તીવ્ર ઉછાળો આવતાં શેર 56.10 ની ટોચે ગયો હતો.

શરૂઆતમાં તે રૂ. 58.20 ની ઉપલી સર્કિટે ગયો હતો. આ બે કંપનીઓ શાપુરજી પલોનજી ગ્રૂપનો હિસ્સો છે. ફોર્બ્સ એન્ડ કંપની એન્જિનિયરિંગ , શિપિંગ , લોજિસ્ટિક્સ ઉપરાંત કાઉન્ટિંગ મશીન્સ , એટીએમ્સ તથા ઇલેક્ટ્રોનિક સ્ટેમ્પિંગ જેવી સોદાકીય સંચાલન સેવાઓના ઉદ્યોગોમાં પ્રવૃત્ત છે. મિસ્ત્રી 2.4 અબજ ડોલરના શાપુરજી પલોનજી ગ્રૂપના એમડી છે અને તેઓ એક સૌથી મોટા શેરહોલ્ડર તરીકે ટાટા સન્સમાં 18 ટકા હિસ્સો ધરાવે છે.

No comments:

Post a Comment